Gujarat winter Updates : નલિયામાં ઠંડીનો પારો ગગડી 8.5 ડિગ્રી પહોંચ્યો, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : નલિયામાં હાડ થીજવથી ઠંડી શરુ થઈ ગઈ છે. દિવસેને દિવસે એક ડિગ્રી જેટલું તાપમાન ગગડી રહ્યું છે. રવિવારે નલિયામાં લઘુત્તમ તાપમાં 9.2 ડિગ્રી નોંધાયું હતું જોકે, સોમવારે અહીં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : નલિયામાં હાડ થીજવથી ઠંડી શરુ થઈ ગઈ છે. દિવસેને દિવસે એક ડિગ્રી જેટલું તાપમાન ગગડી રહ્યું છે. રવિવારે નલિયામાં લઘુત્તમ તાપમાં 9.2 ડિગ્રી નોંધાયું હતું જોકે, સોમવારે અહીં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Winter | IMD forecast | Google news

ગુજરાતમાં ઠંડી

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનો ચમકારો અનુભવાય છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે ત્યારે બપોરે ગરમીન પણ અનુભવાય છે. અમદાવાદમાં હજી જોઈએ એવી ઠંડી શરુ થઈ નથી. જ્યારે નલિયામાં હાડ થીજવથી ઠંડી શરુ થઈ ગઈ છે. દિવસેને દિવસે એક ડિગ્રી જેટલું તાપમાન ગગડી રહ્યું છે. રવિવારે નલિયામાં લઘુત્તમ તાપમાં 9.2 ડિગ્રી નોંધાયું હતું જોકે, સોમવારે અહીં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ નલિયા સોમવારે પણ ગુજરાતનું સૌથી નીચું તાપમાન ધરાવતું શહેર બન્યું હતું. જ્યારે વેરાવળ અને વલસાડમાં લઘુત્તમ તાપમાં 20 ડિગ્રી નોંધાયું હતું.

Advertisment

નલિયમાં ઠંડીનો પારો એક ડિગ્રી ગગડ્યો

હવામાન વિભાગ પ્રમાણે સોમવારે ગુજરાતમાં નલિયામાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે વેરાવળ અને વલસાડમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ સોમવારે ગુજરાતમાં 8.5 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં સોમવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?


શહેર
મહત્તમલઘુત્તમ
અમદાવાદ29.916.5
ડીસા29.613.8
ગાંધીનગર29.614.8
વલ્લભ વિદ્યાનગર29.317.2
વડોદરા31.816.6
સુરત31.919.0
વલસાડ34.220.0
દમણ31.218.8
ભુજ32.915.6
નલિયા30.408.5
કંડલા પોર્ટ31.016.6
કંડલા એરપોર્ટ30.611.5
ભાવનગર29.718.0
દ્વારકા29.018.6
ઓખા29.019.9
પોરબંદર31.213.4
રાજકોટ31.913.5
વેરાવળ32.220.0
દીવ32.219.0
સુરેન્દ્રનગર31.115.6
મહુવા32.216.6

દિલ્હીમાં રહ્યો સીજનનો સૌથી ઠંડો દિવસ

દિલ્હીમાં સોમવારે સીજનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. અહીં ન્યૂનતમ તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું હતું. અહીં સરેરાશ 3 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. આ પહેલા શનવારે 8.5 ડિગ્રી અને રવિવારે 8.3 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. લોધી રોડ સ્થિત હવામાન વિભાગે સૌથી ઓછું તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. હવામાન વિભાગે સમગ્ર ઉતર ભારતમાં તપામાન 15 ડિસેમ્બર સુધી તાપમાન હજી પણ ગગડવાની આગાહી કરી છે.

Advertisment
વેધર ન્યૂઝ શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત