Gujarat Weather Updates: ગુજરાતમાં ઠંડીમાં મીશ્ર વલણ, નલિયા 10.5 ડિગ્રી સાથે ઠંડુ શહેર, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

ગુજરાતમાં અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે. જોકે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં જાજો કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી જેટલો ગગડ્યો હતો.

ગુજરાતમાં અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે. જોકે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં જાજો કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી જેટલો ગગડ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Winter Updates, Gujarat Weather News, IMD forecast

ગુજરાતમાં ઠંડી પ્રતિકાત્મક તસવીર

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો હજી જોઈએ એવો જામ્યો નથી. ડિસેમ્બર મધ્યમાં મોટાભાગે શિયાળો ફૂલબહારમાં હોય છે. આ સમયે કડકડતી ઠંડી પણ પડતી હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે. જોકે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં જાજો કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી જેટલો ગગડ્યો હતો. આમ નલિયા 10.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ઓખામાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું.

Advertisment

નલિયામાં ઠંડી વધી તો અમદાવાદમાં ઘટી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે બુધવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, ગુરુવારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું.આમ નલિયામાં તાપમાનમાં એક ડિગ્રી જોટલો ઘટાડો નોંધાયો હતો. જોકે, અમદાવાદમાં બુધવારે 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગુરુવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાતા એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 22.5 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ગુરુવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.216.5
ડીસા29.713.4
ગાંધીનગર28.614.9
વલ્લભ વિદ્યાનગર29.116.6
વડોદરા30.616.4
સુરત32.821.4
વલસાડ33.419.0
દમણ31.618.6
ભુજ31.714.6
નલિયા30.410.5
કંડલા પોર્ટ30.316.8
કંડલા એરપોર્ટ29.913.0
ભાવનગર30.016.0
દ્વારકા30.619.0
ઓખા27.822.5
પોરબંદર32.016.3
રાજકોટ32.014.5
વેરાવળ31.019.6
દીવ30.118.4
સુરેન્દ્રનગર30.816.2
મહુવા31.417.5
વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત