Gujarat Weather Updates: ગુજરાતમાં ઠંડી ઘટી, રાજ્યભરમાં 1થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : રાજ્યભરમાં શુક્રવારે 1થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. નલિયાની વાત કરીએ તો નલિયામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયા હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન રહેતા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : રાજ્યભરમાં શુક્રવારે 1થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. નલિયાની વાત કરીએ તો નલિયામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયા હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન રહેતા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Winter | IMD forecast | Google news

ગુજરાતમાં ઠંડી

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં થોડા દિવસ ઠંડી પડ્યા બાદ હવે તાપમાન ઉચકાઈ રહ્યું છે. ગુજરાતમાં શિયાળો હજી જોઈએ એવો જામ્યો નથી. ડિસેમ્બર મધ્યમાં મોટાભાગે શિયાળો ફૂલબહારમાં હોય છે. આ સમયે કડકડતી ઠંડી પણ પડતી હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે. શુક્રવારે ગુજરાતભરમાં ઠંડી ઘટી હોવાના આંકડા હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યભરમાં શુક્રવારે 1થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. નલિયાની વાત કરીએ તો નલિયામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયા હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન રહેતા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જોકે, નલિયામાં શુક્રવારે ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું હતું. ઓખામાં લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું.

Advertisment

નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઉચકાયો

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, ગુરુવારે લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું.આમ નલિયામાં તાપમાનમાં ત્રણ ડિગ્રી જોટલો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે શુક્રવારે 17.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાા એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 13.5 ડિગ્રીથી લઈને 23.2 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.517.7
ડીસા29.614.3
ગાંધીનગર28.816.0
વલ્લભ વિદ્યાનગર29.318.2
વડોદરા32.422.2
સુરત32.821.4
વલસાડ0020.0
દમણ32.219.2
ભુજ31.617.2
નલિયા32.313.5
કંડલા પોર્ટ29.620.2
કંડલા એરપોર્ટ30.716.8
ભાવનગર29.420.0
દ્વારકા29.819.2
ઓખા28.523.2
પોરબંદર32.419.4
રાજકોટ32.019.4
વેરાવળ30.220.4
દીવ29.918.9
સુરેન્દ્રનગર30.818.4
મહુવા31.219.3
વેધર ન્યૂઝ શિયાળો આજનું રાશિફળ ગુજરાત