/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gujarat-winter-.jpg)
ગુજરાતમાં ઠંડી પ્રતિકાત્મક તસવીર
Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં બે ચાર દિવસ ઠંડી ઘટ્યા બાદ ફરીથી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. રવિવારે સમગ્ર ગુજરાતમાં ઠંડી ઘટી હતી. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મિરમાં થયેલી ભારે બરફ વર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં થયેલી બરફ વર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી.
અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી જેટલો નીચો ગયો હતો. રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જોકે શુક્રવારે તાપમાન 17.7 ડિગ્રી રહ્યું હતું. આમ અમદાવાદમાં બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.
11 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, શુક્રવારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું.આમ નલિયામાં તાપમાનમાં બે દિવસમાં 2.5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. આમ રવિવારે 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 11 ડિગ્રીથી લઈને 22.2 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 28.5 | 13.3 |
| ડીસા | 28.5 | 12.6 |
| ગાંધીનગર | 28.4 | 11.5 |
| વલ્લભ વિદ્યાનગર | 29.3 | 15.6 |
| વડોદરા | 29.8 | 15.0 |
| સુરત | 30.2 | 20.2 |
| વલસાડ | 00 | 20.0 |
| દમણ | 31.2 | 18.4 |
| ભુજ | 28.6 | 14.6 |
| નલિયા | 29.0 | 11.0 |
| કંડલા પોર્ટ | 29.4 | 16.5 |
| કંડલા એરપોર્ટ | 28.6 | 13.6 |
| ભાવનગર | 28.4 | 17.4 |
| દ્વારકા | 29.4 | 17.0 |
| ઓખા | 27.4 | 22.2 |
| પોરબંદર | 31.0 | 16.2 |
| રાજકોટ | 29.8 | 13.4 |
| વેરાવળ | 31.5 | 19.7 |
| દીવ | 29.7 | 18.4 |
| સુરેન્દ્રનગર | 29.8 | 15.4 |
| મહુવા | 29.8 | 15.9 |
કાશ્મીરમાં ભારે બરફ વર્ષા, માઉન્ટ આબુમાં -1 ડિગ્રી તાપમાન
જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો આ સમયે અહીં ભારે બરફવર્ષા થઈ રહી છે. પર્યટકો સતત ઘાટી પહોંચી રહ્યા છે. પરંતુ હવે અહીં તેમને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. સતત થઈ રહેલી બરફ વર્ષાના કારણએ રસ્તાઓ બંધ થઇ કરાયા છે. કોંગડોરી વિસ્તારમાં તાપમાન -4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રાજસ્થાનમાં પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તો ઠંડી અલગ જ સ્વરૂપ દેખાડી રહી છે. અહીં તાપમાન -1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અચાનક હવામાન બદલાતા અહીં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us