/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gujarat-weather.jpg)
ગુજરાત હવામાન અપડેટ
Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં ફરીથી શીત લહેર શરુ થઈ ગઈ છે. શુક્રવારે વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે શુક્રવારે ગુજરાતનું લઘુત્તમ તાપમાન 10થી 21 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ઉત્તર ભારતની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરીથી દિલ્હી સહિત પડોશી રાજ્યોના વિવિધ ભાગોમાં ઠંડીની લહેર પ્રવર્તે તેવી શક્યતા છે.
નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુ શહેર
હવામાન વિભાગ પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે વલસાડમાં 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ શુક્રવારે ગુજરાતનું લઘુત્તમ તાપમાન 10થી 21 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 28.4 | 17.8 |
| ડીસા | 28.4 | 15.5 |
| ગાંધીનગર | 27.0 | 15.6 |
| વલ્લભ વિદ્યાનગર | 28.3 | 17.9 |
| વડોદરા | 29.4 | 18.0 |
| સુરત | 30.4 | 19.8 |
| વલસાડ | 32.4 | 21.0 |
| દમણ | 30.8 | 19.8 |
| ભુજ | 31.0 | 14.8 |
| નલિયા | 29.5 | 10.0 |
| કંડલા પોર્ટ | 26.6 | 16.5 |
| કંડલા એરપોર્ટ | 29.3 | 12.7 |
| ભાવનગર | 28.8 | 18.8 |
| દ્વારકા | 29.6 | 19.4 |
| ઓખા | 28.0 | 21.4 |
| પોરબંદર | 30.8 | 19.3 |
| રાજકોટ | 30.4 | 15.2 |
| વેરાવળ | 31.9 | 19.9 |
| દીવ | 30.0 | 19.6 |
| સુરેન્દ્રનગર | 30.3 | 17.4 |
| મહુવા | 30.0 | 19.1 |
ઉત્તર ભારતના રાજ્યોમાં ઘાઢ ધુમ્મસ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલ્ડવેવના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં ધુમ્મસની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પૂર્વ યુપી અને બિહારમાં હજુ પણ ગાઢથી ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારતમાં આવતા સપ્તાહથી શીત લહેરનો નવો તબક્કો શરૂ થવાની અને તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.
IMDએ દિલ્હીમાં સ્વચ્છ આકાશની આગાહી કરી છે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતા એક ડિગ્રી ઓછું છે. IMD એ દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. સવારે 8.30 વાગ્યે સાપેક્ષ ભેજ 100 ટકા હતો. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાંથી આવતા તોફાની પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. આગામી 4-5 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના ઊંચા વિસ્તારોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે.કંચનજંગા પર્વતમાળામાં આવેલા પ્રવાસન સ્થળ સંદકફૂમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે.
ગાઢ ધુમ્મસના કારણે મુશ્કેલી વધશે
બિહારમાં રવિવારે સવારે અને આસામ અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં શનિવાર-રવિવાર અને સોમવારે સવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે. તેનાથી લોકોની મુશ્કેલી વધી શકે છે. કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં શનિવાર અને રવિવારે ભારે વરસાદ પડી શકે છે. 12 ડિસેમ્બરે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us