આગામી જી 20 સમિટ ભારતમાં થવા જઈ રહી છે ત્યારે આ બેઠકને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને સમીક્ષાઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પણ નવા વર્ષમાં ઓછામાં ઓછી 15 જી 20 બેઠકોની મેજબાની અમદાવાદ, સુરત, ગાંધીનગર, કચ્છ અને એક્તાનગરમાં કરશે. જેની તૈયારીઓની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક થઈ હતી.
વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ આદર્શ આચાર સંહિતા હટી ગયાના તરત બાદ બેઠક થઈ હતી. વિધાનસભા ચૂંટણી 50 ટકાથી વધારે મતો સાથે ભાજપ સત્તામાં પરત ફરી છે. સરકાર અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને સુરક્ષા, પ્રોટોકોલ, યાત્રા માટે ગઠિત વિવિધ સમિતિઓ અને મહેમાનો માટે પર્યટન સ્થળો, સ્થાનિક વંયજનો, ઇતિહાસ અને વિરાસતને પ્રદર્શિત કરવાની વ્યવસ્થા અંગે જાણકારી આપી હતી.
બેઠકમાં મોદી અને પટેલ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જી20 શેરપા અમિતાભ કાંત પણ હાજર રહ્યા હતા.