Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાંથી ઠંડીના વળતા પાણી થઈ રહ્યા હોય એમ દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં મંગળવારે 2થી 4 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન વધ્યું હતું. આમ ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં બે દિવસમાં 8 ડિગ્રી તાપમાન વધ્યું હતું. જોકે ગુજરાતમાં મંગળવારે અમરેલી, કેશોદ અને દિવ ઠંડીના મામલામાં નલિયા કરતા આગળ નીકળી ગયા હતા.
બે દિવસમાં નલિયામાં 8 ડિગ્રી તાપમાન વધ્યું
ગુજરાતમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે રાજ્યમાં 13.1 ડિગ્રીથી લઈને 20.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે દિવસમાં 8 ડિગ્રી જેટલું તાપમાન વધીને 14 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ત્રણ શહેરો અમરેલી, કેશોદ, દિવ નલિયા કરતા આગળ નીકળી ગયા હતા. અમરેલીમાં 13.8 ડિગ્રી, કેશોદમાં 13.1 ડિગ્રી અને દીવમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં સતત ઘટતી જતી ઠંડી
સમગ્ર ગુજરાતમાં બે દિવસથી મીશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે મંગળવારે અમદાવાદમાં ઠંડીમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના પાટનગરમાં પણ ઠંડી ઘટીને 14.6 ડિગ્રી નોંધાઈ હતી.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 31.6 16.6 ડીસા 31.6 14.4 ગાંધીનગર 31.8 14.6 વિદ્યાનગર 31.1 16.1 વડોદરા 32.4 15.8 સુરત 33.1 16.8 વલસાડ – – દમણ 31.0 16.4 ભૂજ 34.4 17.8 નલિયા 32.7 14.0 કંડલા પોર્ટ 32.0 15.6 કંડલા એરપોર્ટ 32.4 16.2 અમરેલી 33.8 13.8 ભાવનગર 30.7 16.8 દ્વારકા 28.2 17.0 ઓખા 27.2 20.6 પોરબંદર 31.3 15.4 રાજકોટ 34.5 14.2 વેરાવળ 28.8 17.7 દીવ 38.5 13.9 સુરેન્દ્રનગર 33.7 17.0 મહુવા 34.0 14.1 કેશોદ 31.3 13.1
ગુજરાતમાં પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.