Gujarat Winter weather Update : અમદાવાદમાં બે ડિગ્રી ઠંડી વધી તો નલિયામાં 4 ડિગ્રી તાપમાન ઉચકાયું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું જ્યારે નલિયામાં એકાએક ચાર ડિગ્રી તાપમાન વધ્યું હતું. જોકે, આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફેર નહીં જોવા મળે.

Written by Ankit Patel
January 28, 2025 07:03 IST
Gujarat Winter weather Update : અમદાવાદમાં બે ડિગ્રી ઠંડી વધી તો નલિયામાં 4 ડિગ્રી તાપમાન ઉચકાયું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ - Express photo by IE Gujarati

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ક્યાં ઠંડી વધી રહી છે તો ક્યાંક ક્યાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું જ્યારે નલિયામાં એકાએક ચાર ડિગ્રી તાપમાન વધ્યું હતું. જોકે, આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફેર નહીં જોવા મળે.

નલિયામાં એકાએક ચાર ડિગ્રી ઠંડી ઘટી

અત્યારે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલી રહ્યો છે ત્યારે નલિયામાં એકાએક ચાર ડિગ્રી તાપમાન વધ્યું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે સોમવારે ગુજરાતમાં 9.8 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે પહેલા 6 ડિગ્રીએ રહ્યું હતું. જ્યારે ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં બે ડિગ્રી ઠંડી વધી

ગુજરાતમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના પગલે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં બે ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. અમદાવાદમાં તાપમાન 14.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 15.4 અને સુરતમાં 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું હતું.

રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ30.2 14.3
ડીસા30.9 12.4
ગાંધીનગર30.5 14.8
વિદ્યાનગર29.1 15.0
વડોદરા31.0 15.4
સુરત32.2 17.9
વલસાડ
દમણ30.2 18.6
ભૂજ32.3 16.0
નલિયા31.8 9.8
કંડલા પોર્ટ30.0 14.0
કંડલા એરપોર્ટ30.7 11.9
અમરેલી31.4 15.7
ભાવનગર29.8 15.8
દ્વારકા31.216.8
ઓખા27.4 19.0
પોરબંદર31.6 13.2
રાજકોટ33.5 12.7
વેરાવળ29.4 18.1
દીવ27.9 13.7
સુરેન્દ્રનગર32.3 14.0
મહુવા33.4 13.9
કેશોદ30.5 12.7

આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય : હવામાન વિભાગ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ