/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-cold-wave.jpg)
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ઠંડીનું મોજું ફરીથી ફરી વળ્યું છે. રાજ્યના તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ સુધી આવી ઠંડી રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. અમદાવાદમાં સતત બે દિવસથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે.
નલિયામાં તાપમાન ઉચકાયું
અત્યારે ગુજરાતમાં તાપમાનમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું ક્યાં ક્યાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે ક્યાંક વધારો થયો હતો. ગુજરાતમાં 9.8 ડિગ્રીથી 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાન વધીને 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
બે દિવસમાં અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. ગુરુવારે અમદાવાદમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 17.7 ડિગ્રી લઘુતમ તપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં ક્ટેલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 29.5 | 14.2 |
| ડીસા | 28.3 | 13.9 |
| ગાંધીનગર | 28.6 | 11.8 |
| વિદ્યાનગર | 28.5 | 15.2 |
| વડોદરા | 29.8 | 15.4 |
| સુરત | 30.3 | 17.7 |
| વલસાડ | – | – |
| દમણ | 27.5 | 13.4 |
| ભૂજ | 27.0 | 14.8 |
| નલિયા | 26.6 | 09.8 |
| કંડલા પોર્ટ | 27.0 | 16.0 |
| કંડલા એરપોર્ટ | 27.4 | 13.9 |
| અમરેલી | 28.8 | 14.0 |
| ભાવનગર | 28.4 | 17.8 |
| દ્વારકા | 24.8 | 16.0 |
| ઓખા | 27.3 | 17.0 |
| પોરબંદર | 28.2 | 14.7 |
| રાજકોટ | 29.7 | 12.1 |
| વેરાવળ | 29.6 | 16.7 |
| દીવ | 31.0 | 16.2 |
| સુરેન્દ્રનગર | 29.3 | 13.8 |
| મહુવા | 30.4 | 14.8 |
| કેશોદ | 27.7 | 12.4 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
પાંચ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે
ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી ઠંડી ઉચકાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us