Gujarat Weather updates : ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? હવામાન વિભાગે શું કરી આગાહી? ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિનો પણ અડધો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શિયાળો પણ અંત તરફ વધી રહ્યો છે. જોકે, ગુજરાતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું.

Gujarat Weather Forecast : ફેબ્રુઆરી મહિનો પણ અડધો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શિયાળો પણ અંત તરફ વધી રહ્યો છે. જોકે, ગુજરાતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઠંડી ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી રહી છે. ફેબ્રુઆરી મહિનો પણ અડધો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શિયાળો પણ અંત તરફ વધી રહ્યો છે. જોકે, ગુજરાતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું.આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ હજી પણ બે ડિગ્રી સુધી તાપમાન વધવાની શક્યતા દર્શાવી છે. એટલે માની શકાય કે હવે આગામી ત્રણ દિવસ બાદ ઉનાળાનો અહેસાસ થવા લાગશે.

Advertisment

નલિયામાં બે ડીગ્રી ઠંડી વધી

ગુજરાતમાં તાપમાનમાં વધારાની સ્થિતિ વચ્ચે ફરી તાપમાન ઘટ્યું છે. હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લીને 21.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 21.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલું તપામાન ઘટ્યું

અત્યારે થોડા દિવસ બાદ તાપમાનમાં વધારો થયા બાદ શુક્રવારે અચાનક બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. જોકે,બપોરના સમયમાં તો ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતો હોય છે. શુક્રવારે અમદાવાદમાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ35.1 15.8
ડીસા33.6 14.8
ગાંધીનગર35.013.4
વિદ્યાનગર33.9 18.2
વડોદરા34.4 16.0
સુરત35.0 19.6
વલસાડ
દમણ32.4 17.4
ભૂજ36.2 17.8
નલિયા32.5 11.8
કંડલા પોર્ટ31.7 18.5
કંડલા એરપોર્ટ35.415.9
અમરેલી0000
ભાવનગર33.2 17.4
દ્વારકા27.1 19.9
ઓખા27.6 21.4
પોરબંદર33.8 15.6
રાજકોટ35.9 15.7
વેરાવળ32.2 19.3
દીવ32.0 15.6
સુરેન્દ્રનગર34.8 17.0
મહુવા35.4 14.1
કેશોદ34.0 15.1
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ત્રણ દિવસ બાદ ઠંડીમાં 2 ડિગ્રી હજી ઘટશે

અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઊચકાશે. આમ ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો નોંધાશે. આમ ધીમે ધીમે શિયાળો એકદમ ગાયબ થઈ જશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત