Gujarat Winter weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, નલિયામાં 11.6, ડીસામાં 14.5 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Gujarat Weather Forecast : ગુજરાતમાં નલિયામાં ઠંડી 11 ડિગ્રી નજીક પહોંચવા આવી છે. રાજ્યમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું.

Gujarat Weather Forecast : ગુજરાતમાં નલિયામાં ઠંડી 11 ડિગ્રી નજીક પહોંચવા આવી છે. રાજ્યમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કડકડતી ઠંડી પડી રહી છે. એક દિવસના વિરામ બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. ગુજરાતમાં નલિયામાં ઠંડી 11 ડિગ્રી નજીક પહોંચવા આવી છે. રાજ્યમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું.

Advertisment

નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું

નલિયામાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યનીસૌથી વધારે ઠંડી પડી રહી છે ત્યારે અત્યારે નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો શુક્રવારના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો. જોકે શુક્રવારે દિવસ દરમિયાન તાપમાન એક ડિગ્રી જેટલું ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારે 19 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન સૌથી ઉંચું તાપમાન 30.8 ડિગ્રી રહ્યું હતું.

રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ30.8 17.9
ડીસા30.8 14.5
ગાંધીનગર30.8 16.5
વિદ્યાનગર31.1 19.6
વડોદરા31.6 19.6
સુરત33.2 21.0
વલસાડ
દમણ30.8 23.4
ભૂજ32.2 17.8
નલિયા32.0 11.6
કંડલા પોર્ટ31.4 18.5
કંડલા એરપોર્ટ31.0 15.4
અમરેલી18.8
ભાવનગર31.2 19.8
દ્વારકા31.0 19.6
ઓખા28.6 22.4
પોરબંદર31.4 17.4
રાજકોટ32.8 16.3
વેરાવળ32.9 23.4
દીવ33.9 22.7
સુરેન્દ્રનગર31.8 17.5
મહુવા32.2 19.7
કેશોદ31.2 17.3
Advertisment

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે

ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત