Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : પહાડી વિસ્તારોમાં બર્ફિલા પવનો ફૂંકાવવાના પગલે ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. નલિયામાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
નલિયા 6 ડિગ્રી ઠંડી સાથે ઠંડુગાર બન્યું
ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 6 ડિગ્રીથી 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાન ઘટીને6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યના પાટનગરમાં સતત વધતી જતી ઠંડી
એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. રવિવારે અમદાવાદમાં તાપમાન વધીને 16 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના પાટનગરમાં સતત ઠંડી વધી રહી છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો ગગડીને 12.8 ડિગ્રી પહોંચી ગયો છે.
રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 29.3 16.0 ડીસા 29.6 10.6 ગાંધીનગર 30.2 12.8 વિદ્યાનગર 28.3 15.4 વડોદરા 31.0 16.8 સુરત 33.0 17.2 વલસાડ – – દમણ 28.6 18.8 ભૂજ 29.5 11.7 નલિયા 29.4 06.0 કંડલા પોર્ટ 29.6 14.0 કંડલા એરપોર્ટ 29.4 11.3 અમરેલી 31.0 12.4 ભાવનગર 29.7 15.6 દ્વારકા 29.0 15.6 ઓખા 25.4 20.4 પોરબંદર 30.0 11.9 રાજકોટ 31.7 10.9 વેરાવળ 32.2 17.7 દીવ 31.5 16.5 સુરેન્દ્રનગર 31.0 14.0 મહુવા 33.6 10.9 કેશોદ 29.9 12.3
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો રહેશે
ગુજરાતમાં થોડા દિવસ ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી ઠંડી ઉચકાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.