Gujarat Winter weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડીનો મારો, નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં 12-13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. જોકે, નલિયામાં 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Forecast : રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં 12-13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. જોકે, નલિયામાં 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરીવળ્યું - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો પોતાની ચરમસીમા પર આવી ગયો છે. રાજ્યમાં કડકડતી ઠંડીનું મોજું ફરીવળ્યું છે ત્યારે ગુજરાતમાં બરફીલા પવનોના કારણે લોકો ઠુંઠાવાયા છે ત્યારે રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં 12-13 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. જોકે, નલિયામાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

Advertisment

નલિયામાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન

ગુજરાતમાં અત્યારે ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં 6.4 ડિગ્રીથી લઈને 18.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન જ્યારે ઓખામાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડિસામાં 12.1 ડિગ્રી, ભૂજમાં 11.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિના પગલે જનજીવન ઉપર અસર થઈ રહી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં કેવી છે ઠંડી?

ગુજરાતના પાટનગર ગાંધીનગર અને મેટ્રો સિટી અમદાવાદમાં ઠંડીનો મારો યથાવત રહ્યો છે. જોકે, અમદાવાદમાં લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો. સોમવારે અમદાવાદમાં 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રવિવારે 14.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં ઠંડી 14.5 ડિગ્રી પર યથાવત રહી હતી. તાપમાનમાં એક ડિગ્રીનો આંશિક વધારો થયો હોવા છતાં ઠંડીના પ્રમાણમાં જાજો ફેર દેખાતો નથી.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ28.5 15.4
ડીસા30.2 12.1
ગાંધીનગર28.4 14.5
વિદ્યાનગર29.3 15.4
વડોદરા30.4 16.0
સુરત31.6 17.8
વલસાડ
દમણ30.0 19.2
ભૂજ25.6 11.4
નલિયા29.4 6.4
કંડલા પોર્ટ28.6 14.0
કંડલા એરપોર્ટ28.4 10.6
અમરેલી31.0 13.7
ભાવનગર29.2 15.6
દ્વારકા28.6 14.8
ઓખા25.0 18.8
પોરબંદર30.6 13.0
રાજકોટ32.2 11.5
વેરાવળ29.1 18.1
દીવ29.4 17.0
સુરેન્દ્રનગર31.3 14.4
મહુવા31.8 14.6
કેશોદ29.8 12.9
Advertisment

ગુજરાતમાં હજી પણ કાતિલ ઠંડીનો મારો રહેશે યથાવત

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને રાજ્યના પડોશી હિલ સ્ટેશનમાં માઇનસમાં તાપમાન પહોંચી ગયું છે. જેની અસર ગુજરાતમાં ઉપર દેખાઈ રહી છે. અને સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શિયાળો અસલી રૂપમાં આવે છે. અત્યારે જાન્યુઆરી મહિનો ચાલું થયો છે ત્યારે આખા જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે કરી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત