Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીમાં થોડો વધારો થયો, પાંચ દિવસ કેવી રહેશે ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Weather Forecast : ગુજરાતના તાપમાન ચડ ઉતર જોવા મળી રહી છે. એક દિવસ ઠંડી વધે છે અને એક દિવસ ઠંડી ઘટે છે ત્યારે સોમવારે ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. નલિયામાં તાપમાન ફરીથી તાપમાન ઘટીને 10 ડિગ્રીની સપાટી અંદર આવી ગયું હતું.

Gujarat Weather Forecast : ગુજરાતના તાપમાન ચડ ઉતર જોવા મળી રહી છે. એક દિવસ ઠંડી વધે છે અને એક દિવસ ઠંડી ઘટે છે ત્યારે સોમવારે ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. નલિયામાં તાપમાન ફરીથી તાપમાન ઘટીને 10 ડિગ્રીની સપાટી અંદર આવી ગયું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં એક તરફ ફેબ્રુઆરી મહિનો આગળ ધપી રહ્યો છે ત્યારે બીજી તરફ શિયાળો પણ અંત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે અત્યારે ગુજરાતના તાપમાન ચડ ઉતર જોવા મળી રહી છે. એક દિવસ ઠંડી વધે છે અને એક દિવસ ઠંડી ઘટે છે ત્યારે સોમવારે ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. નલિયામાં તાપમાન ફરીથી તાપમાન ઘટીને 10 ડિગ્રીની સપાટી અંદર આવી ગયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

Advertisment

નલિયામાં તાપમાન ઘટીને 10 ડિગ્રીની સપાટી નીચે પહોંચ્યું

અત્યારે ગુજરાતના તાપમાનમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે 9.8 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 13.5 ડિગ્રી જ્યારે કેશોદમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં પણ ઠંડીમાં વધારો નોંધાયો

આખા ગુજરાતમાં ઠંડી ચડઉતર થઈ રહી હતી. ત્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીમાં સામાન્ય વધારો નોંધાય હતો. અમદાવાદમાં 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન અને ગાંધીનગરમાં 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 18.8 ડિગ્રી લઘુતમ ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ33.4 13.8
ડીસા33.1 13.5
ગાંધીનગર33.6 12.4
વિદ્યાનગર32.5 16.4
વડોદરા33.4 15.4
સુરત34.2 18.8
વલસાડ
દમણ32.4 18.6
ભૂજ33.2 16.8
નલિયા31.0 9.8
કંડલા પોર્ટ32.2 15.6
કંડલા એરપોર્ટ32.6 12.9
અમરેલી0000
ભાવનગર32.217.0
દ્વારકા25.1 17.6
ઓખા27.2 19.2
પોરબંદર30.8 12.6
રાજકોટ33.1 14.7
વેરાવળ28.4 19.1
દીવ33.5 13.8
સુરેન્દ્રનગર33.7 16.6
મહુવા33.8 15.6
કેશોદ32.213.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ઠંડીમાં પણ સામાન્ય વધારો નોંધાયો હતો. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. માટે હવે પાંચ દિવસ સુધી લોકોને ઠંડીમાં રાહત મળશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત