Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં કાતિલ ઠંડીમાં ઘટાડો થયો છે. સતત બીજા દિવસે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે જોકે, બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થવા લાગ્યા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં સતત બે દિવસથી ઠંડીમાં વધારો થઈને 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ઘટડીને 10.8 ડિગ્રી પહોંચી ગયું હતું.
નલિયામાં સતત તાપમાન ઉંચકાયું, 10 ડિગ્રી ઠંડી નોંધાઈ
ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાતનું કાશ્મિર ગણાતા નલિયામાં પણ તાપમાનમાં વધારો થયો હતો. ગુજરાતમાં શુક્રવારે 10 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 12.8 ડિગ્રી, કેશોદમાં 13.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરમાં સાડા ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ગગડ્યું
ગુજરાતમાં એક તરફ ઠંડીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે રાજ્યના પાટનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી વધુ તાપમાન ગગડ્યું હતું. શુક્રવારના દિવસે ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારના દિવસે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મેગાસિટી અમદાવાદમાં ઠંડી 15 ડિગ્રી લઘુતમ તાપમાનમાં યથાવત રહ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 32.4 15.0 ડીસા 31.6 12.8 ગાંધીનગર 32.4 10.8 વિદ્યાનગર 31.1 15.4 વડોદરા 33.0 13.4 સુરત 35.1 20.8 વલસાડ – – દમણ 33.8 18.0 ભૂજ 29.6 13.4 નલિયા 29.0 10.0 કંડલા પોર્ટ 30.2 16.5 કંડલા એરપોર્ટ 29.2 13.5 અમરેલી 34.0 16.0 ભાવનગર 31.2 15.6 દ્વારકા 26.0 17.9 ઓખા 27.0 19.4 પોરબંદર 31.0 13.4 રાજકોટ 35.0 14.5 વેરાવળ 28.6 18.8 દીવ 29.4 15.8 સુરેન્દ્રનગર 33.3 15.4 મહુવા 32.4 15.9 કેશોદ 32.6 13.7
આગામી દિવસોમાં ઠંડી વધશે
ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો વધી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનો પારો સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શિયાળો અસલી રૂપમાં આવે છે. અત્યારે જાન્યુઆરી મહિનો ચાલું થયો છે ત્યારે આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા ઓછી થવાના પગલે ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે.





