/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-update-heavy-cold.jpg)
ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં બે દિવસની ઠંડીમાં આંસિક રાહત બાદ ઠંડીમાં ફરી વધારો થવા લાગ્યો છે. રાજ્યના વાતાવરણમાં 2થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં બે ડિગ્રી પારો ગગડીને 9 ડિગ્રી પહોંચ્યો હતો. ત્યારે આગામી 24 કલાકમાં હજી પણ વધારે ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
નલિયામાં બે ડિગ્રી પારો ગગડ્યો
ગુજરાતમાં થોડી રાહત બાદ ઠંડીમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. બુધવારના દિવસે ગુજરાતમાં 9 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈને 9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડિસામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય વધારો
અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીમાં ઘટાડો રહ્યો હતો. જોકે, બુધવારના દિવસે અમદાવાદના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. શહેરમાં 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 30.7 | 15.4 |
| ડીસા | 29.7 | 14.1 |
| ગાંધીનગર | 30.2 | 13.4 |
| વિદ્યાનગર | 30.9 | 17.4 |
| વડોદરા | 30.4 | 15.6 |
| સુરત | 30.8 | 18.2 |
| વલસાડ | – | – |
| દમણ | 30.8 | 16.2 |
| ભૂજ | 27.0 | 14.8 |
| નલિયા | 26.0 | 09.0 |
| કંડલા પોર્ટ | 30.6 | 17.5 |
| કંડલા એરપોર્ટ | 28.2 | 15.7 |
| અમરેલી | 29.0 | 16.4 |
| ભાવનગર | 29.7 | 17.8 |
| દ્વારકા | 24.8 | 18.6 |
| ઓખા | 26.4 | 19.8 |
| પોરબંદર | 28.2 | 15.0 |
| રાજકોટ | 29.8 | 13.8 |
| વેરાવળ | 29.2 | 18.3 |
| દીવ | 30.8 | 15.8 |
| સુરેન્દ્રનગર | 30.0 | 16.8 |
| મહુવા | 31.8 | 15.6 |
| કેશોદ | 28.3 | 14.7 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં 24 કલાકમાં ઠંડી જોર પકડશે
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે. આમ 24 કલાક દરમિયાન ઠંડી જોર પકડશે. માટે થોડા દિવસની રાહત બાદ લોકોએ ફરીથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us