/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-cold-wave-today.jpg)
ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ઠંડીમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં એક દિવસ ઠંડી વધે છે તો એક દિવસ ઠંડી ઘટે છે. ઠંડી જાણે સંતાકૂકડી રમી રહી હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં શુક્રવારે ઠંડીનો ચમકારો નોંધાયો હતો. રાજ્યના તાપમાનમાં 2-6 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. નલિયામાં એક સાથે પાંચ ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. જોકે, આગલા દિવસે નલિયામાં 4 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જોકે, આગામી દિવસો તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા હવામાન વિભાગે જણાવી હતી.
નલિયામાં 6 ડિગ્રી ઠંડી ઘટીને 9.4 ડિગ્રી પહોંચી
ગુજરાતમાં તાપમાનમાં મીશ્ર વલણની સ્થિતિ વચ્ચે શુક્રવારે ઠંડીનો ચમકારો નોંધાયો હતો. હવામાન વિભાગે આપેલા તાપમાનનાં આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે 9.4 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. નલિયામાં 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો
ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઘટ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં એક ડિગ્રીથી વધુ તાપમાન ઘટ્યું હતું. જેના પગલે ઠંડીનો ચમકારો નોંધાયો હતો. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ઉપરાંત વડોદરામાં 16.8 ડિગ્રી અને સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 30.8 | 14.7 |
| ડીસા | 29.7 | 12.6 |
| ગાંધીનગર | 30.6 | 12.5 |
| વિદ્યાનગર | 29.1 | 16.2 |
| વડોદરા | 30.4 | 16.8 |
| સુરત | 31.0 | 17.0 |
| વલસાડ | – | – |
| દમણ | 30.6 | 17.2 |
| ભૂજ | 29.0 | 15.8 |
| નલિયા | 27.0 | 09.4 |
| કંડલા પોર્ટ | 28.0 | 15.5 |
| કંડલા એરપોર્ટ | 30.2 | 15.7 |
| અમરેલી | 29.2 | 14.6 |
| ભાવનગર | 30.6 | 17.0 |
| દ્વારકા | 25.0 | 19.4 |
| ઓખા | 26.8 | 20.2 |
| પોરબંદર | 28.4 | 15.1 |
| રાજકોટ | 29.7 | 15.0 |
| વેરાવળ | 26.3 | 18.3 |
| દીવ | 29.0 | 14.5 |
| સુરેન્દ્રનગર | 29.8 | 16.0 |
| મહુવા | 31.0 | 12.6 |
| કેશોદ | 28.6 | 13.4 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય : હવામાન વિભાગ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us