Gujarat Winter weather Update : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં ફરી ઠંડી 8 ડિગ્રી નજીક પહોંચી, ક્યાં કેટલી નોંધાઈ?

Gujarat Weather Forecast : થોડા દિવસની રાહત બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાન 2-4 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટ્યું હતું. રાજ્યમાં ઠંડા પવાનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે.

Gujarat Weather Forecast : થોડા દિવસની રાહત બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાન 2-4 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટ્યું હતું. રાજ્યમાં ઠંડા પવાનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરીવળ્યું - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થઈ ગયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં તાપમાન 2-4 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટ્યું હતું. રાજ્યમાં ઠંડા પવાનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે. જોકે, બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો હતો. નલિયામાં તાપમાન ગગડીને 8 ડિગ્રી નજીક પહોંચ્યું હતું.

Advertisment

નલિયામાં તાપમાન ફરી 8 ડિગ્રી નજીક પહોંચ્યું

ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 8.8 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં થોડા દિવસ તાપમાનમાં ચડ ઉતર થયા બાદ તાપમાન ઘટવા લાગ્યું છે ત્યારે રવિવારે નલિયામાં 8.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 19.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો

રાજ્યમાં ચાલી રહેલા ઠંડા પવનોના ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રવિવારે અમદાવાદમાં 12 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 13.6 ડિગ્રી અને સુરતમાં 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ29.8 12.0
ડીસા29.1 10.8
ગાંધીનગર27.8 11.5
વિદ્યાનગર28.3 15.2
વડોદરા30.0 13.6
સુરત31.8 16.6
વલસાડ
દમણ29.8 16.2
ભૂજ28.4 13.4
નલિયા30.2 08.8
કંડલા પોર્ટ28.0 14.8
કંડલા એરપોર્ટ28.8 13.4
અમરેલી29.8 14.3
ભાવનગર27.9 15.2
દ્વારકા28.3 16.7
ઓખા26.4 19.4
પોરબંદર29.5 13.3
રાજકોટ30.3 12.3
વેરાવળ27.8 15.9
દીવ28.3 13.5
સુરેન્દ્રનગર29.8 13.6
મહુવા30.4 13.1
કેશોદ28.6 11.1
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

48 કલાક સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે

ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં સાવ ઘટાડો નોંધાયો હતો. જોકે, ઠંડીએ ફરી વાપસી કરી છે. રાજ્યમાં અત્યારે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં કોઈ ઘટાડો નહીં થાય અને આવો જ ચમકારો યથાવત રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત