Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, કયાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : રાજ્યમાં નલિયમાં ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ઘટતાં પારો 6 ડિગ્રી પહોંચ્યો હતો. જોકે, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી કરી છે.

Gujarat Weather Forecast : રાજ્યમાં નલિયમાં ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ઘટતાં પારો 6 ડિગ્રી પહોંચ્યો હતો. જોકે, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - IE Gujarat

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થવાના કારણે બર્ફિલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો હતો. ગુજરાતના તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતના તાપમાનમાં ત્રણ ડિગ્રીની આસપાસ ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં નલિયમાં ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ઘટતાં પારો 6 ડિગ્રી પહોંચ્યો હતો. જોકે, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી કરી છે.

Advertisment

નલિયામાં ઠંડીનો પારો ત્રણ ડિગ્ ગગડ્યો

ગુજરાતમાં બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યમાં 6 ડિગ્રીથી 18.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રીથી વધુ તાપમાન ઘટીને 6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 18.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાયો

સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોકે, રાજ્યના અમદાવાદમાં પણ એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. શુક્રવારે અમદાવાદમાં 13.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું હતું. જ્યારે અમરેલીમાં પણ તાપમાન વધીને 13.8 ડિગ્રી પહોંચ્યું હતું. રાજકોટમાં 10.7 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ23.8 13.7
ડીસા27.7 10.7
ગાંધીનગર24.500
વિદ્યાનગર24.5 14.3
વડોદરા26.2 15.8
સુરત30.6 18.8
વલસાડ
દમણ31.0 18.2
ભૂજ26.3 11.4
નલિયા26.5 06.0
કંડલા પોર્ટ27.0 13.7
કંડલા એરપોર્ટ26.009.5
અમરેલી26.6 13.8
ભાવનગર24.8 16.5
દ્વારકા26.1 14.6
ઓખા24.5 18.9
પોરબંદર28.0 14.0
રાજકોટ27.7 10.7
વેરાવળ30.617.1
દીવ29.914.5
સુરેન્દ્રનગર26.8 12.5
મહુવા27.8 15.9
કેશોદ27.511.5
Advertisment

24 કલાકમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી હિમ વર્ષા થતાં તેની અસર મેદાની વિસ્તારોમાં થઈ રહી છે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો જોર વધ્યું છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. માટે ગુજરાત વાસીઓને 48 કલાકમાં કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત