/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-update.jpg)
ગુજરાતમાં કાતિલ ઠંડી - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થવાના કારણે બર્ફિલા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ફરી જોવા મળ્યો હતો. ગુજરાતના તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતના તાપમાનમાં 3થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. રાજ્યમાં નલિયમાં છ ડિગ્રી જેટલું તાપમાન ઘટતાં પારો 5.6 ડિગ્રી પહોંચ્યો હતો. આગામી 24 કલાકમાં પણ હજી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
નલિયામાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યું, ઠંડુગાર
ગુજરાતમાં બે દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. રવિવારે રાજ્યમાં 5.6 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છ ડિગ્રી તાપમાન ઘટીને 5.6 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું
સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના અમદાવાદમાં પણ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. રવિવારે અમદાવાદમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 10.1 ડિગ્રી, વડોદરામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 27.2 | 13.9 |
| ડીસા | 26.4 | 11.6 |
| ગાંધીનગર | 28.4 | 13.7 |
| વિદ્યાનગર | 27.9 | 16.8 |
| વડોદરા | 27.4 | 14.8 |
| સુરત | 29.4 | 17.1 |
| વલસાડ | – | – |
| દમણ | 28.8 | 17.2 |
| ભૂજ | 27.4 | 11.4 |
| નલિયા | 27.6 | 05.6 |
| કંડલા પોર્ટ | 29.6 | 14.2 |
| કંડલા એરપોર્ટ | 27.2 | 11.5 |
| અમરેલી | 27.6 | 10.4 |
| ભાવનગર | 27.2 | 15.1 |
| દ્વારકા | 27.0 | 15.0 |
| ઓખા | 25.1 | 19.8 |
| પોરબંદર | 28.5 | 10.1 |
| રાજકોટ | 29.0 | 10.4 |
| વેરાવળ | 29.4 | 15.9 |
| દીવ | 30.0 | 13.2 |
| સુરેન્દ્રનગર | 29.0 | 12.8 |
| મહુવા | 28.6 | 13.3 |
| કેશોદ | 28.0 | 10.8 |
24 કલાકમાં ઠંડી ત્રણ ડિગ્રી જેટલી ઘટશે
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી હિમ વર્ષા થતાં તેની અસર મેદાની વિસ્તારોમાં થઈ રહી છે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો જોર વધ્યું છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. માટે ગુજરાત વાસીઓને 24 કલાકમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us