/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-weather-cold.jpg)
ગુજરાતમાં શિયાળો, ઠંડી વધુ - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો આગળ વધી રહ્યો છે ત્યારે ઠંડી પણ જામવા લાગી છે. શિયાળાએ પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે ત્યારે રાજ્યમાં હવે કડકડતી ઠંડી પડવા લાગી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15-18 ડિગ્રી આસપાસ લઘુતમ તપામાન રહ્યું છે ત્યારે વડોદરા 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આગામી દિવસોમાં ઠંડી હજી પણ ભુક્કા બોલાશે.
વડોદરા બન્યું ઠંડુગાર, અમરેલી બીજા નંબરે
ગુજરાતમાં ઠંડી વધતાં જ લોકો ઠુંઠવવા લાગ્યા છે. શિયાળામાં તાપણા શેકવા અને સ્વેટરો પહેરવા માટે લોકો મજબૂર બની ગયા છે ત્યારે ગુજરાતમાં અત્યારે 14થી 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં 14.1 ડિગ્રી લઘુતમ તપામાન સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તો 14.3 ડિગ્રી લઘુતમ તપામાન સાથે અમરેલી બીજા નંબર છે. જ્યારે કકેશોદ 14.5 ડિગ્રી સાથે કેશોદ ત્રીજા નંબર પર છે.
અમદાવાદમાં કેવી પડે છે ઠંડી?
અમદાવાદ શહેરમાં ઠંડીની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદના તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાનની આસપાસ ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનના આંકડા પ્રમાણે 28-11-2024, ગુરુવારના દિવસે અમદાવાદમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 32.5 | 16.5 |
| ડીસા | 33.3 | 15.8 |
| ગાંધીનગર | 32.4 | 15.7 |
| વિદ્યાનગર | 31.7 | 18.2 |
| વડોદરા | 31.4 | 14.1 |
| સુરત | 31.8 | 19.3 |
| વલસાડ | – | – |
| દમણ | 32.2 | 18.2 |
| ભૂજ | 33.7 | 19.0 |
| નલિયા | 34.0 | 15.4 |
| કંડલા પોર્ટ | 33.9 | 19.6 |
| કંડલા એરપોર્ટ | 33.0 | 15.0 |
| અમરેલી | - | 14.3 |
| ભાવનગર | 31.6 | 16.4 |
| દ્વારકા | 32.7 | 20.8 |
| ઓખા | 29.4 | 23.0 |
| પોરબંદર | 32.4 | 15.0 |
| રાજકોટ | 33.0 | 15.0 |
| વેરાવળ | 33.1 | 20.8 |
| દીવ | 31.3 | 17.6 |
| સુરેન્દ્રનગર | 33.3 | 17.0 |
| મહુવા | 31.0 | 16.3 |
| કેશોદ | 32.0 | 14.5 |
આ પણ વાંચોઃ- મહિલાએ બે દીકરીઓ સાથે કેમ પસંદ કર્યો આપઘાતનો રસ્તો, કોઈ માતાને આવો દિવસ જોવો ન પડે
હજી પણ ઠંડી ભુક્કા બોલાવશે
નવેમ્બર મહિનો પુરો થઈ રહ્યો છે અને કડકડતી ઠંડી માટે ડિસેમ્બર મહિનો જાણિતો છે. ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી પડવાનું હવામાન વિભાગનું માનવું છે. ત્યારે આ મહિના દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષ રહેતી હોય છે. જેની અસર ગુજરાત ઉપર પણ વર્તાય છે. આમ ડિસેમ્બર મહિનામાં ઠંડી ભુક્કા બોલાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us