/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-fog.jpg)
ગુજરાતમાં ગાઢ ધુમ્મસ - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અત્યારે હિમ વર્ષા થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અત્યારે ગુજરાતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેના પગલે વિઝિબિલિટી ડાઉન થઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં તાપમાનનો પારો પણ 10-12 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. નલિયામાં 7.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 27-28 ડિસેમ્બરના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ સેવી છે.
નલિયામાં 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર
ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ગુજરાતમાં તાપમાનના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 7.9 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 7.9 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. બીજી તરફ ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.3 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
અમદાવાદમાં કાતિલ ઠંડી યથાવત
અમદાવાદ શહેરમાં કાતિલ ઠંડી અથાવત રહી છે. બે દિવસ ઠંડીનો પારો ઉચકાયા બાદ ફરીથી ઠંડી ચાલું થઈ ગઈ છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 17.1 ડિગ્રી લઘુતમ તાપમા નોંધાયું હતું. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી નજરે ચડે છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 26.8 | 17.8 |
| ડીસા | 25.2 | 16.3 |
| ગાંધીનગર | 27.0 | 17.1 |
| વિદ્યાનગર | 29.3 | 18.0 |
| વડોદરા | 26.8 | 19.8 |
| સુરત | 27.2 | 20.2 |
| વલસાડ | – | – |
| દમણ | 25.6 | 19.4 |
| ભૂજ | 24.8 | 11.2 |
| નલિયા | 25.3 | 07.9 |
| કંડલા પોર્ટ | 26.2 | 15.0 |
| કંડલા એરપોર્ટ | 25.8 | 14.4 |
| અમરેલી | 26.5 | 14.2 |
| ભાવનગર | 27.7 | 18.8 |
| દ્વારકા | 26.2 | 16.0 |
| ઓખા | 26.2 | 19.0 |
| પોરબંદર | 26.9 | 12.8 |
| રાજકોટ | 27.5 | 12.4 |
| વેરાવળ | 27.4 | 16.7 |
| દીવ | 29.4 | 16.0 |
| સુરેન્દ્રનગર | 25.8 | 14.5 |
| મહુવા | 28.0 | 17.1 |
| કેશોદ | 26.1 | 12.4 |
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ડો. બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરાઈ, દલિત આગેવાનોનું અલ્ટિમેટમ, મેવાણીની ઉગ્ર આંદોલનની ચીમકી
હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે. વાદળછાળું વાતાવરણ થતાં ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે આગામી 27-28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે. 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થવાની ભીતિ રહેલી છે. કડકડતી ઠંડી વચ્ચે સામાન્ય તાપમાન ઉચકાયુ છે અને જો માવઠુ થાય તો પારો ચારથી પાંચ ડિગ્રી ગગડી શકે છે અને તે સમયગાળામાં ઠંડાગાર પવનથી હાડ થીજવતી ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us