Gujarat Winter weather Update : ગુજરાત પર ઠંડીનું મોજું ફરી વળ્યું, આજે રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 6.4 ડિગ્રી આવી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે પોરબંદર, રાજકોટ અને કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી અહીં જાણો.

Gujarat Weather Forecast : ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 6.4 ડિગ્રી આવી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે પોરબંદર, રાજકોટ અને કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી અહીં જાણો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરીવળ્યું - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ભારે ઠંડીના પગલે આખું ગુજરાત ઠુંઠવાઈ રહ્યું છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન 6.4 ડિગ્રી આવી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે આજે પોરબંદર, રાજકોટ અને કચ્છ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

Advertisment

નલિયામાં તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું

શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો છે ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડીનો દોર શરુ થઈ ગયો છે. ભાર ઠંડીના પગલે જનજીવન પર અસર પડી રહી છે. ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 12.9, ગાંધીનગરમાં 13.3, વડોદરામાં 14.4, કેશોદમાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો

ગુજરાતમાં પ્રસરી રહેલી ઠંડીના પગલે એક દિવસ માટે તાપમાન ઉચકાયા બાદ અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. અમદાવાદ શહેરમાં સતત તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો શહેરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ 28.6 ડિગ્રી પહોંચ્યું હતું. અમદાવાદની નજીક આવેલા રાજ્યના પાટનગરમાં ઠંડીનો પારો એકદમ ઘટ્યો હતો. અહીં ગાંધીનગરમાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ28.6 13.4
ડીસા25.7 12.9
ગાંધીનગર28.4 13.3
વિદ્યાનગર0015.8
વડોદરા28.8 14.6
સુરત27.8 16.8
વલસાડ
દમણ26.6 17.0
ભૂજ24.6 10.2
નલિયા23.6 6.4
કંડલા પોર્ટ24.5 13.5
કંડલા એરપોર્ટ24.0 12.2
અમરેલી27.0 12.6
ભાવનગર27.6 15.4
દ્વારકા25.2 16.2
ઓખા23.3 19.2
પોરબંદર25.6 14.0
રાજકોટ27.4 9.5
વેરાવળ26.8 15.4
દીવ29.5 12.1
સુરેન્દ્રનગર26.3 12.8
મહુવા27.6 12.5
કેશોદ25.6 10.9
Advertisment

આજે રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

ડિસેમ્બર પુરો થવાના આડે થોડા દિવસો બાકી છે તો બીજી ગુજરાતમાં શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં બરોબર શિયાળો જામી ચુક્યો છે ત્યારે હવામાન વિભાગે પણ આજે પોરબંદર, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છમાં ખાસ કરીને નલિયામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો એકદમ નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત