Gujarat Winter weather Update : ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો, નલિયામાં 4 ડિગ્રી ગગડ્યું તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : નલિયામાં ફરીથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. જોકે, બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાનું હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.

Gujarat Weather Forecast : નલિયામાં ફરીથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. જોકે, બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાનું હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં બે ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયા બાદ બુધવારે ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. બુધવારના દિવસે ઠંડીનો ચમકારો રહ્યો હતો. નલિયામાં ફરીથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. જોકે, બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાનું હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.

Advertisment

નલિયામાં તાપમાન 4 ડિગ્રી ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યું

ગુજરાતમાં થોડા દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં 10 ડિગ્રીથી લઈને 20.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 24 કલાકમાં 4 ડિગ્રી તાપમાન ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું બીજું સૌથી નીચા તાપમાન વાળું શહેર રહ્યું હતું.

અમદાવાદમાં બે ડિગ્રી ઠંડી વધુ

ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો રહેતા તેની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ગગડીને 14.7 ડિગ્રી પર રહ્યું હતું. જે પહેલા 16.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં બે ડિગ્રી તાપમાન ઘટીને 12.2 ડિગ્રી રહ્યું હતું. જોકે, બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ32.5 14.7
ડીસા32.5 16.0
ગાંધીનગર31.5 12.2
વિદ્યાનગર30.7 16.6
વડોદરા31.6 16.2
સુરત33.4 18.1
વલસાડ
દમણ31.0 16.8
ભૂજ33.5 16.4
નલિયા29.2 10.0
કંડલા પોર્ટ32.1 15.5
કંડલા એરપોર્ટ33.0 13.2
અમરેલી32.5 15.6
ભાવનગર31.8 16.7
દ્વારકા24.8 16.0
ઓખા27.2 20.6
પોરબંદર30.6 12.9
રાજકોટ32.5 14.8
વેરાવળ31.6 18.5
દીવ28.0 14.4
સુરેન્દ્રનગર32.3 17.1
મહુવા33.0 13.6
કેશોદ31.711.8
Advertisment

આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય

ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં મીશ્ર વલણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસોમાં વાતાવરણણાં કોઈ મોટો ફેરફાર નહીં નોંધાય. આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત