Gujarat Winter weather Update : ગુજરાતમાં 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં એકદમ ઘટાડો નોંધાયા બાદ ફેબ્રુઆરીની શરુઆતથી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. ત્યારે રાજ્યમાં અત્યારે 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન જોવા મળી રહ્યું છે.

Gujarat Weather Forecast : જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં એકદમ ઘટાડો નોંધાયા બાદ ફેબ્રુઆરીની શરુઆતથી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. ત્યારે રાજ્યમાં અત્યારે 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન જોવા મળી રહ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં એકદમ ઘટાડો નોંધાયા બાદ ફેબ્રુઆરીની શરુઆતથી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. ત્યારે રાજ્યમાં અત્યારે 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન જોવા મળી રહ્યું છે. અને આગામી 24 કલાક બાદ હજી પણ બે ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.

Advertisment

અમદાવાદ અને ગાંધીનગરમાં માં 5 ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું

એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં તાપમાનમાં એકાએક વધારો નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. સોમવારે શહેરમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 12 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ઉચકાતો દેખાયો હતો. ગાંધીનગરમાં 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

નલિયામાં 8.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું

ગુજરાતમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં 8.6 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં થોડા દિવસ તાપમાનમાં ચડ ઉતર થયા બાદ તાપમાન ઘટવા લાગ્યું છે ત્યારે સોમવારે નલિયામાં 8.6 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ31.8 17.0
ડીસા28.6 15.2
ગાંધીનગર30.215.5
વિદ્યાનગર29.1 15.6
વડોદરા32.0 16.8
સુરત31.6 17.2
વલસાડ
દમણ29.0 16.4
ભૂજ28.8 13.8
નલિયા29.2 08.6
કંડલા પોર્ટ28.2 15.0
કંડલા એરપોર્ટ28.2 15.0
અમરેલી30.0 15.8
ભાવનગર32.0 17.4
દ્વારકા29.2 19.8
ઓખા25.0 20.8
પોરબંદર29.1 14.9
રાજકોટ29.7 15.4
વેરાવળ27.1 17.8
દીવ29.8 15.5
સુરેન્દ્રનગર30.0 17.3
મહુવા31.2 15.1
કેશોદ29.5 12.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. એટલે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત