Gujarat Weather updates : ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું, IMD એ શું કરી આગાહી?

Gujarat Weather Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 17 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું હતું. નલિયામાં પણ તાપમાન વધીને 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 17 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું હતું. નલિયામાં પણ તાપમાન વધીને 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update in gujarati

ગુજરાત વેધર સમાચાર - photo-freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં અત્યારે તાપમાનમાં વધારો થયો છે. બે દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. બેવડી ઋતુ વચ્ચે ફરીથી તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 17 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું હતું. નલિયામાં પણ તાપમાન વધીને 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે.

Advertisment

નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું

અત્યારે શિયાળો હવે અંત તરફ જઈ રહ્યો છે ત્યારે તાપમાનમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે બુધવારે તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 17.1 ડિગ્રી લઈને 23.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું હતું. મહુવામાં 17.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન વધીને 20 ડિગ્રી નજીક પહોંચ્યું હતું.

અમદાવાદમાં તાપમાન ફરી 21 ડિગ્રી પાર

અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં એક ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદમાં તાપમાન ફરી 21 ડિગ્રી પાર કરીને 21.4 ડિગ્રી પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન ઉચકાઈને 19.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. વડોદરામાં 19 ડિગ્રી અને સુરતમાં 21.8 ડિગ્રી તાપમાનનોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ36.8 21.4
ડીસા34.6 19.3
ગાંધીનગર36.6 19.8
વિદ્યાનગર38.521.3
વડોદરા36.8 19.0
સુરત38.4 21.8
વલસાડ
દમણ36.8 19.2
ભૂજ37.4 21.8
નલિયા36.0 19.6
કંડલા પોર્ટ34.922.0
કંડલા એરપોર્ટ36.0 19.1
અમરેલી0000
ભાવનગર38.0 18.7
દ્વારકા34.0 22.7
ઓખા29.8 23.5
પોરબંદર36.6 17.2
રાજકોટ38.7 21.1
વેરાવળ32.120.8
દીવ34.5 17.5
સુરેન્દ્રનગર37.8 22.0
મહુવા37.0 17.1
કેશોદ38.6 18.9
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

બે દિવસ બાદ ઠંડી વધશે: હવામાન વિભાગ

અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત