Gujarat Weather updates : ગુજરાતમાં ઠંડી ફરી આવશે, તપામાન ઘટ્યું, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Weather Forecast : અમદાવાદ જેવા શહેરોમાં તાપમાન ઘટ્યું જ્યારે નલિયામાં તાપમાન ઉચકાયું હતું. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે સેવી છે.

Gujarat Weather Forecast : અમદાવાદ જેવા શહેરોમાં તાપમાન ઘટ્યું જ્યારે નલિયામાં તાપમાન ઉચકાયું હતું. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update

ગુજરાત હવામાન - પ્રતિકાત્મક તસવીર - photo - freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં શિયાળો પાછો જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. સવારે ઠંડી જ્યારે બપોરે ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. બે દિવસથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં તાપમાન ઘટ્યું જ્યારે નલિયામાં તાપમાન ઉચકાયું હતું. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે સેવી છે.

Advertisment

નલિયામાં તાપમાન ઉચકાયું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 16.4 ડિગ્રીથી લઈને 23.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં રાજ્યનું સૌથી નીચું લઘુતમ તાપમાન 16.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 23.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધીને 18.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

અમદાવાદમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો

રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં તાપમાન ઘટીને 20.6 ડિગ્રી પહોંચી ગયું હતું. જ્યારે ગાંધીનગરમાં 21.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરન સમયે ઉનાળા જેવી ગરમી અનુભવાય છે. વડોદરા શહેરમાં 22.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જ્યારે સુરતમાં 23.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ36.6 20.6
ડીસા34.4 19.9
ગાંધીનગર36.2 34.7 22.0
વિદ્યાનગર34.7 22.0
વડોદરા35.8 22.6
સુરત36.0 23.1
વલસાડ
દમણ32.4 21.6
ભૂજ33.7 20.4
નલિયા30.0 18.2
કંડલા પોર્ટ30.5 20.3
કંડલા એરપોર્ટ34.6 19.0
અમરેલી36.0 19.4
ભાવનગર33.923.4
દ્વારકા28.6 23.8
ઓખા29.522.8
પોરબંદર31.2 19.3
રાજકોટ36.7 19.7
વેરાવળ35.6 20.7
દીવ31.2 18.8
સુરેન્દ્રનગર35.4 22.0
મહુવા33.8 19.9
કેશોદ35.5 16.4
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું આગાહી કરી?

ગુજરાતના વાતાવરણમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. તાપમાન ચડ ઉતર થઈ રહ્યું છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ત્રણ દિવસ રાજ્યમાં મોટો કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ પણ સેવી છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત