Gujarat Winter weather Update : રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી, નલિયામાં ઠંડી 7.5 ડિગ્રી, ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

Gujarat Weather Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ હવાાન વિભાગે રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી કરી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ હવાાન વિભાગે રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી પણ આકરું રૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ હવાાન વિભાગે રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી કરી છે.

Advertisment

7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું

ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તો ઓખામાં 18. 6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું

એક તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે. મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે બુધવારે 14.8 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. આમ અમદાવાદના તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઉછાળો નોંધાયો હતો. ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ29.7 14.8
ડીસા29.6 12.8
ગાંધીનગર29.5 12.0
વિદ્યાનગર31.4 12.8
વડોદરા33.4 15.2
સુરત30.015.4
વલસાડ
દમણ32.0 14.4
ભૂજ27.5 10.6
નલિયા26.2 07.5
કંડલા પોર્ટ27.4 13.5
કંડલા એરપોર્ટ27.010.5
અમરેલી31.0 09.8
ભાવનગર27.9 14.4
દ્વારકા28.4 16.2
ઓખા26.7 18.6
પોરબંદર0010.5
રાજકોટ31.0 09.3
વેરાવળ30.2 16.6
દીવ29.5 15.0
સુરેન્દ્રનગર28.9 12.5
મહુવા31.4 13.3
કેશોદ28.4 09.9
Advertisment

આ પણ વાંચોઃ-જાણો દેશના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે વિશે, 80 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેલની આગાહી

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. આમ આ વિસ્તારનો લોકો કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારો ઉપરાંત ગુજરાતના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાન માઈનસમાં પહોંચી જતાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત