/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Gujarat-winter.jpg)
Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળાએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યભરમાં કાતિલ ઠંડી પડવાનું શરુ થઈ ગયું છે. રાજ્યમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી નીચે ગગડી ચૂક્યો છે. મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. સાથે સાથે ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા છે. આગામી દિવસોમાં શિયાળા દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
નલિયામાં 12 ડિગ્રી તાપમાન, રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ઠંડી માટે જાણિતુ અને રાજ્યની સરહદે આવેલા નલિયામાં તાપમાન સતત ગગડી રહ્યું છે. ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. 12 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર પણ રહ્યું હતું. સોમવારે આખા દિવસના તાપમાન અંગે વાત કરીએ તો રાજ્યમાં 12 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી સુધી લઘુતમ તપામાન નોંધાયું હતું.
અમદાવાદ - ગાંધીનગરમાં કેવી છે ઠંડી?
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદમાં એકંદરે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. સોમવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન અને ગાંધીનગરમાં 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા થોડા દિવસોથી આ બે શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી પડી?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 30.0 | 16.2 |
| ડીસા | 31.7 | 14.3 |
| ગાંધીનગર | 29.5 | 16.3 |
| વિદ્યાનગર | 30.7 | 15.8 |
| વડોદરા | 30.8 | 14.6 |
| સુરત | 32.6 | 21.9 |
| વલસાડ | – | – |
| દમણ | 33.0 | 20.6 |
| ભૂજ | 31.3 | 15.6 |
| નલિયા | 31.0 | 12.0 |
| કંડલા પોર્ટ | 29.5 | 18.6 |
| કંડલા એરપોર્ટ | 30.3 | 13.0 |
| અમરેલી | – | – |
| ભાવનગર | 30.0 | 17.4 |
| દ્વારકા | 30.6 | 18.6 |
| ઓખા | 28.3 | 23.4 |
| પોરબંદર | 31.5 | 14.5 |
| રાજકોટ | 32.8 | 13.4 |
| વેરાવળ | 31.4 | 18.8 |
| દીવ | 32.0 | 16.8 |
| સુરેન્દ્રનગર | 31.8 | 16.0 |
| મહુવા | 31.6 | 16.7 |
| કેશોદ | 30.9 | 13.0 |
આ પણ વાંચોઃ-ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યું વિશેષ ટેગ
આગામી દિવસોમાં ગુજરાત માટે શિયાળો કેવો રહેશે?
ડિસેમ્બર મહિનાની શરુઆતથી જ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરુ થયું છે. ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી ગગડી ચૂક્યો છે ત્યારે ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના પગલે ગુજરાતમાં પણ અસર જોવા મળશે. આગામી દિવસોમાં ગુજરાત માટે શિયાળો હજી પણ આકરો બનવાની ધારણા હવામાન વિભાગે સેવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us