Gujarat Winter weather Update : ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત, નલિયામાં 7.8 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો સરેરાશ 10 ડિગ્રીની સારપાસ નોંધાઈ રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન ઉચકાઈને 7.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આમ છતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો પારો સરેરાશ 10 ડિગ્રીની સારપાસ નોંધાઈ રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન ઉચકાઈને 7.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આમ છતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત ઉપર ફરી વળ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે અને જનજીવન ઉપર અસર પડી રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો સરેરાશ 10 ડિગ્રીની સારપાસ નોંધાઈ રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન ઉચકાઈને 7.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આમ છતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.

Advertisment

નલિયા 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સરેરાશ 10 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સોમવારે ગુજરાતમાં 7.8 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 9.9 ડિગ્રી, અમરેલસીમાં 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ઠંડીનો પારો ઉચકાયો

સમગ્ર ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે અત્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી યથાવત છે. જોકે, તાપમાનની વાત કરીએ તો રવિવારની તુલનાએ સોમવારે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે. સોમવારે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ29.6 14.0
ડીસા29.5 09.9
ગાંધીનગર28.6 11.0
વિદ્યાનગર28.9 13.8
વડોદરા31.2 12.0
સુરત31.8 15.2
વલસાડ
દમણ31.4 13.2
ભૂજ29.0 11.6
નલિયા27.5 07.8
કંડલા પોર્ટ26.4 14.0
કંડલા એરપોર્ટ28.2 10.5
અમરેલી31.2 09.6
ભાવનગર28.7 12.2
દ્વારકા28.4 16.4
ઓખા25.8 20.4
પોરબંદર29.4 12.0
રાજકોટ32.7 11.0
વેરાવળ29.6 18.5
દીવ29.0 14.9
સુરેન્દ્રનગર31.8 13.4
મહુવા31.4 10.9
કેશોદ29.6 11.5
Advertisment

ગુજરાતમાં હજી પણ ઠંડી ભુક્કા બોલાવશે

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારના દિવસોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના રાજ્યો ઉપર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનો ઠંડી માટે એકદમ જાણિતો છે ત્યારે આવા સંજોગોમાં ડિસેમ્બર મહિનો અડધો થયો છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગ સેવી રહ્યું છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત