Gujarat Winter weather Update : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત, અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન ગગડ્યું, નલિયા ઠંડુગાર, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આશરે બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું છે. નલિયામાં પણ તાપમાન ગગડતા ઠંડુગાર બની ગયું છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આશરે બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું છે. નલિયામાં પણ તાપમાન ગગડતા ઠંડુગાર બની ગયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter update

ગુજરાતમાં કાતિલ ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હીમ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આશરે બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું છે. નલિયામાં પણ તાપમાન ગગડતા ઠંડુગાર બની ગયું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.

Advertisment

નલિયામાં તાપમાન ગગડ્યું, 6.5 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું

ગુજરાતમાં શિયાળો આગળ વધી રહ્યો છે. અને પોતાનું અસલી સ્વરૂપ દેખાડી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ મંગળવારે ઠંડીનો પારો બે ડિગ્રી કરતા વધારે ગગડ્યો હતો. અમદાવાદમાં સોમવારે 14 ડિગ્રી તાપમાન હતું જે મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા બે ડિગ્રી કરતા વધારે ઘટાડો નોધાયો હતો. ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ29.2 11.8
ડીસા28.0 11.0
ગાંધીનગર28.6 9.0
વિદ્યાનગર28.2 13.0
વડોદરા30.2 12.2
સુરત30.0 15.4
વલસાડ
દમણ27.8 13.0
ભૂજ28.0 11.5
નલિયા26.86.5
કંડલા પોર્ટ26.5 14.0
કંડલા એરપોર્ટ26.8 12.9
અમરેલી30.2 11.6
ભાવનગર27.8 14.4
દ્વારકા28.2 17.2
ઓખા25.9 19.6
પોરબંદર29.0 12.8
રાજકોટ31.0 10.8
વેરાવળ30.3 17.1
દીવ28.8 13.1
સુરેન્દ્રનગર28.3 13.0
મહુવા30.4 12.1
કેશોદ28.8 12.4
Advertisment

હવામાન વિભાગે આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે ઠંડી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આજે બુધવારે કચ્છમાં ભારે કોલ્ડ વેવની આગાહી કરી હતી.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત