Gujarat Winter weather Update : ગુજરાતમાં બે દિવસ કાતિલ ઠંડી યથાવત રહેશે, નલિયામાં 6 ડિગ્રી નજીક તાપમાન, ક્યાં કેટલી નોંધાઈ ઠંડી

Gujarat Weather Forecast : ગુજરાતમાં સરેરાશ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. જ્યારે મેટ્રો સીટી અમદાવાદ અને ગાંધીનગરમાં શીત લહેર યથાવત રહી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં સરેરાશ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. જ્યારે મેટ્રો સીટી અમદાવાદ અને ગાંધીનગરમાં શીત લહેર યથાવત રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter forecast weather update Temperatures

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાત સહિત મેદાની રાજ્યોમાં શીત લહેર પ્રસરી છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં કાતિ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડથીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યારે ગુજરાતમાં સરેરાશ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. જ્યારે મેટ્રો સીટી અમદાવાદ અને ગાંધીનગરમાં શીત લહેર યથાવત રહી છે.

Advertisment

નલિયામાં ઠંડી ઘડીને 6 ડિગ્રી નજીક પહોંચી

ગુજરાતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 13 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. મંગળવારે રાજ્યમાં 6.2 ડિગ્રીથી 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6.2 ડિગ્રી પહોંચી ગયો હતો. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં કાતિલ ઠંડી યથાવત

ગુજરાતમાં ઠંડીએ લોકોને ઠુંઠવાયા છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે અમદાવાદમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના પાટનગરમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11.9 ડિગ્રી, મહુવામાં 12.5 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ25.5 13.5
ડીસા25.1 11.9
ગાંધીનગર26.8 11.5
વિદ્યાનગર25.7 14.6
વડોદરા26.2 14.0
સુરત28.015.9
વલસાડ
દમણ30.4 14.2
ભૂજ25.2 11.0
નલિયા26.2 6.2
કંડલા પોર્ટ27.0 13.4
કંડલા એરપોર્ટ25.48.8
અમરેલી26.6 12.0
ભાવનગર25.7 13.8
દ્વારકા25.0 14.9
ઓખા25.0 18.6
પોરબંદર27.2 13.0
રાજકોટ27.1 9.8
વેરાવળ28.2 15.4
દીવ28.3 12.2
સુરેન્દ્રનગર28.0 11.8
મહુવા27.4 12.5
કેશોદ26.811.4
Advertisment

રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડી યથાવત રહેશે

રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં હજી પણ કાતિલ ઠંડીનું મોજું યથાવત રહેશે. ત્યારબાદ 2-3 ડિગ્રી તાપમાન ઉચકાવવાની હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરીથી ઠંડી વધશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત