Gujarat Winter weather Update : ગુજરાતમાં 48 કલાક બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : સોમવારના દિવસે ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં પણ 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત રહ્યું હતું.

Gujarat Weather Forecast : સોમવારના દિવસે ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં પણ 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કાતિલ ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે રાજ્યમાં 48 કલાક બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી હવામાન વિભાગે સેવી છે. સોમવારના દિવસે ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં પણ 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત રહ્યું હતું.

Advertisment

નલિયામાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત

ગુજરાતના તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. સોમવારના દિવસે ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં રવિવારના તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં 10.5 ડિગ્રી પર યથાવત રહ્યું હતું. જ્યારે વેરાવળમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં પણ તાપમાનમાં સામાન્ય ઘટાડો

સમગ્ર ગુજરાતમાં અત્યારે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે ત્યારે અમદાવાદમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. સોમવારે અમદાવાદમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ32.1 17.0
ડીસા31.6 16.1
ગાંધીનગર32.2 16.7
વિદ્યાનગર31.5 17.2
વડોદરા32.4 17.6
સુરત34.0 18.6
વલસાડ
દમણ31.6 16.8
ભૂજ30.7 13.6
નલિયા30.4 10.5
કંડલા પોર્ટ29.5 16.2
કંડલા એરપોર્ટ29.5 13.5
અમરેલી32.4 15.4
ભાવનગર30.8 17.4
દ્વારકા30.4 17.3
ઓખા25.0 19.2
પોરબંદર32.0 14.3
રાજકોટ33.5 15.2
વેરાવળ30.2 19.4
દીવ29.6 16.0
સુરેન્દ્રનગર33.0 17.2
મહુવા32.8 17.1
કેશોદ31.3 15.0
Advertisment

ગુજરાતમાં 48 કલાક બાદ પડશે જોરદાર ઠંડી

ગુજરાતમાં અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર કેમ નથી. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત