Gujarat Winter weather Update : ગુજરાતમાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, 24 કલાકમાં પડશે કાતિલ ઠંડી, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Forecast : થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter update

ગુજરાતમાં કાતિલ ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે આ મહિનામાં શિયાળો લગભગ વિદાય લેતો હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઠંડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે.ત્યારે આગામી 24 કલાકમાં હજી પણ બે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની ધારણા હવામાન વિભાગે કરી છે.

Advertisment

9.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર

ગુજરાતમાં શિયાળો ફરી જામ્યો હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવન ફૂંકાવવાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 9.6 ડિગ્રીથી લઈને 20.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 9.6 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 20.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો

અત્યારે કાતિલ ઠંડીનું મોજું ગુજરાતમાં ફરી વળ્યું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ29.4 17.4
ડીસા28.1 16.4
ગાંધીનગર28.7 16.5
વિદ્યાનગર29.1 17.8
વડોદરા32.0 17.4
સુરત30.0 18.2
વલસાડ
દમણ28.2 16.6
ભૂજ28.2 15.4
નલિયા27.2 09.6
કંડલા પોર્ટ29.016.6
કંડલા એરપોર્ટ29.0 15.8
અમરેલી28.4 15.6
ભાવનગર30.4 17.2
દ્વારકા25.5 19.4
ઓખા27.220.4
પોરબંદર29.0 15.0
રાજકોટ29.515.2
વેરાવળ28.4 18.3
દીવ31.0 15.2
સુરેન્દ્રનગર28.8 16.2
મહુવા30.8 14.6
કેશોદ28.0 14.1
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી 24 કલાકમાં પડશે કાતિલ ઠંડી

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. એટલે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

આજનું હવામાન અપડેટ કોલ્ડ વેવ ગુજરાત શિયાળો