Gujarat Winter weather Update : ગુજરાતમાં નલિયા બાદ ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો, આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

Gujarat Weather Forecast : નલિયા બાદ હવે ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારે કચ્છમાં પણ ભારે કોલ્ડ વેવની આગાહી કરી છે.

Gujarat Weather Forecast : નલિયા બાદ હવે ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારે કચ્છમાં પણ ભારે કોલ્ડ વેવની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કાતિલ ઠંડી - (Express photo: Praveen Khanna)

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : શિયાળાએ ડિસેમ્બર મહિનાની શરુઆતથી જ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારે કચ્છમાં પણ ભારે કોલ્ડ વેવની આગાહી કરી છે.

Advertisment

ડીસામાં 8 ડિગ્રી નજીક પહોંચ્યું લઘુતમ તાપમાન, નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ઠંડીનો પારો તળિયે પહોંચી રહ્યો છે. ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ 8 ડિગ્રી નજીક લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. જ્યારે નલિયામાં ફરી 6.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં અત્યારે 6.2 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ ઠંડી યથાવત

ગુજરાતમાં પડતી કડકડતી ઠંડીના પગલે મેટ્રો શહેર અમદાવાદ પણ ઠઠરી રહ્યું છે. અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન યથાવત રહ્યું છે. રવિવારે અમદાવાદ શહેરમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડીના પગલે શહેરી જીવન પર અસર વર્તાઈ રહી છે. કામ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Advertisment

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ28.3 13.5
ડીસા29.2 8.9
ગાંધીનગર27.8 11.4
વિદ્યાનગર27.9 12.4
વડોદરા29.6 10.2
સુરત32.2 18.4
વલસાડ
દમણ32.6 17.2
ભૂજ 29.0 11.2
નલિયા28.2 6.2
કંડલા પોર્ટ26.6 15.0
કંડલા એરપોર્ટ28.4 10.1
અમરેલી30.8 10.0
ભાવનગર27.2 13.2
દ્વારકા28.6 15.6
ઓખા25.3 20.2
પોરબંદર30.8 14.1
રાજકોટ33.2 10.4
વેરાવળ29.4 17.3
દીવ29.6 16.9
સુરેન્દ્રનગર30.8 12.6
મહુવા30.8 11.9
કેશોદ29.8 11.7

આ પણ વાંચોઃ- Year Ender 2024: ગુજરાત માટે વર્ષ 2024 નકલીની બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી, વાંચો ખાસ અહેવાલ

આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી

ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમ વર્ષાના પગલે ઉત્તર ભારત સહિત ગુજરાત ઉપર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમ વર્ષાની અસર ગુજરાત ઉપર દેખાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સોમવારે પણ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત