Gujarat Weather updates, ગુજરાત વેધર: અત્યારે ગુજરાતમાં બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે તો ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. ગુજરાતમાં 16 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ પણ હાવમાન વિભાગે સેવી છે.
નલિયામાં સામાન્ય તાપમાન વધ્યું
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 14.6 ડિગ્રીથી લઈને 22.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાનમાં સામાન્ય વધારો થતાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં તાપમાન વધીને 17.4 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં વધારો
ગુજરાતમાં શિયાળો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વાતાવરણમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે સોમવારના દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન સામાન્ય વધ્યું છે. અમદાવાદમાં 18.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદારમાં 18 ડિગ્રી અને સુરતમાં 21.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 34.2 18.5 ડીસા 35.6 17.4 ગાંધીનગર 34.4 17.0 વિદ્યાનગર 35.5 20.0 વડોદરા 34.4 18.0 સુરત 36.4 21.9 વલસાડ – – દમણ 36.8 18.0 ભૂજ 35.5 19.4 નલિયા 35.6 14.6 કંડલા પોર્ટ 34.4 20.0 કંડલા એરપોર્ટ 34.3 17.2 અમરેલી 00 00 ભાવનગર 34.6 18.4 દ્વારકા 34.4 19.6 ઓખા 26.8 22.2 પોરબંદર 35.5 16.2 રાજકોટ 36.7 18.4 વેરાવળ 35.0 21.5 દીવ 34.9 18.0 સુરેન્દ્રનગર 36.3 19.2 મહુવા 35.8 17.3 કેશોદ 35.8 15.6
આ દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં એક એન્ટિસાયક્લોન સક્રિય થઈ શકે છે, અને તે સમુદ્રથી દૂર જતાની સાથે જ રાજ્ય ફરીથી વાદળછાયું થઈ જશે અને હવામાન ફરી એકવાર બદલાશે.