Gujarat Weather updates : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, સવારે ઠંડી બપોરે ગરમી, ઉનાળો નજીક?

Gujarat Weather Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 16-17 ડિગ્રી આપસાપ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં પણ તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

Gujarat Weather Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 16-17 ડિગ્રી આપસાપ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં પણ તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update in gujarati

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ ઉનાળો નજીક આવી ઉભો - photo - freepik

Gujarat Weather updates : ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે શિયાળો પણ વિદાય તરફ આગળ વધી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુરુવારના દિવસે ગુજરાતના તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો ન્હોતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 16-17 ડિગ્રી આપસાપ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આગામી દિવસોમાં પણ તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

Advertisment

ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં

ગુજરાતમાં શિયાળો અંતના આરે આવીને ઊભો છે ત્યારે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 15.2 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં કોઈ મોટો ફેરફાર ન થતાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન યથાવત

ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર ન જણાતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી. અમદાવાદમાં19 ડિગ્રી લઘુતમ તાપમાન જ્યારે ગાંધીનગરમાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે, અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શરદી ઉધરસના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ34.5 19.0
ડીસા34.6 19.4
ગાંધીનગર34.6 18.2
વિદ્યાનગર33.3 20.5
વડોદરા34.0 18.4
સુરત34.7 19.9
વલસાડ
દમણ33.8 19.4
ભૂજ34.7 19.4
નલિયા31.2 16.2
કંડલા પોર્ટ30.4 18.7
કંડલા એરપોર્ટ33.6 16.2
અમરેલી0000
ભાવનગર32.8 19.3
દ્વારકા28.4 22.0
ઓખા29.0 23.0
પોરબંદર31.9 18.4
રાજકોટ34.5 18.1
વેરાવળ32.6 20.6
દીવ32.5 15.6
સુરેન્દ્રનગર34.3 19.8
મહુવા33.8 17.6
કેશોદ33.6 15.2
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગે શું કરી આગાહી?

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે તાપમાનમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસના વધારા બાદ બુધવારે તાપમાન ઘટ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે.

વેધર ન્યૂઝ શિયાળો ગુજરાત