/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-weather-fog.jpg)
ગુજરાતમાં ઘાઢ ધુમ્મસની ચાદર છવાઈ - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતના વાતાવરણમાં અત્યારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ઘાઢ ઘુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેના પગલે વિઝિબિલિટી પણ ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વાતાવરણમાં આવેલા પટલાના પગલે ભરશિયાળે વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.
7.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર
અત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે નલિયામાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. અત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રી જેટલું લઘત્તમ તાપમાન રહેલું છે ત્યારે રવિવારે 7.2 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.1 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી તાપમાન ઉચકાયું
વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે રાજ્યમાં તાપમાનમાં આંશિક વધારો થયો છે. જોકે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. રવિવારે અમદાવાદમાં 17.6 ડિગ્રી લઘુતમ તપામાન નોધાયું હતું. જે શુક્રવારે 13.4 ડિગ્રી જેટલું નોધાયું હતું. શહેરમાં વહેલી સવારથી જ ધુસ્સમની ચાદર છવાયેલી જોવા મળે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 27.5 | 17.6 |
| ડીસા | 26.5 | 16.1 |
| ગાંધીનગર | 27.5 | 16.4 |
| વિદ્યાનગર | 29.9 | 17.8 |
| વડોદરા | 28.4 | 17.4 |
| સુરત | 26.8 | 19.2 |
| વલસાડ | – | – |
| દમણ | 26.8 | 19.0 |
| ભૂજ | 26.4 | 12.4 |
| નલિયા | 26.7 | 7.2 |
| કંડલા પોર્ટ | 26.6 | 15.0 |
| કંડલા એરપોર્ટ | 26.4 | 14.4 |
| અમરેલી | 27.0 | 14.8 |
| ભાવનગર | 27.2 | 16.2 |
| દ્વારકા | 24.8 | 17.4 |
| ઓખા | 25.4 | 19.2 |
| પોરબંદર | 26.3 | 14.4 |
| રાજકોટ | 26.6 | 13.0 |
| વેરાવળ | 27.0 | 16.8 |
| દીવ | 28.0 | 14.4 |
| સુરેન્દ્રનગર | 26.3 | 13.0 |
| મહુવા | 29.0 | 13.5 |
| કેશોદ | 27.5 | 13.9 |
હવામાન વિભાગની શું છે આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ 27 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે. 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થવાની ભીતિ રહેલી છે. કડકડતી ઠંડી વચ્ચે સામાન્ય તાપમાન ઉચકાયુ છે અને જો માવઠુ થાય તો પારો ચારથી પાંચ ડિગ્રી ગગડી શકે છે અને તે સમયગાળામાં ઠંડાગાર પવનથી હાડ થીજવતી ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરતાં જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us