Gujarat Weather updates : ગુજરાતમાં ઠંડી પાછી આવી! બે દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Weather Forecast : છેલ્લા બે દિવસમાં ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Gujarat Weather Forecast : છેલ્લા બે દિવસમાં ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter update, Gujarat Weather Forecast

ગુજરાતમાં ઠંડી પાછી આવી - પ્રતિકાત્મક તસવીર - Photo -freepik

Gujarat Weather updates, ગુજરાત વેધર: ગુજરાતમાં એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઠંડી પાછી આવી હોય એમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા બે દિવસમાં ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એક તબક્કે નલિયાનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જે અત્યારે ઘટીને 13 ડિગ્રી સુધી નીચે આવી ગયું છે. જોકે, આગામી 48 કલાક તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

Advertisment

નલિયામાં ફરી રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

થોડા દિવસથી નલિયાનું તાપમાન ઉચકાયું હતું. જોકે, રવિવારે ફરીથી ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે 13.8 ડિગ્રીથી લઈને 22.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું

રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો હતો. વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડી વર્તાઈ રહી હતી. ત્યારે અમદાવાદમાં પણ બે દિવસમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 17.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ35.0 17.3
ડીસા35.7 16.3
ગાંધીનગર34.2 15.0
વિદ્યાનગર34.920.4
વડોદરા35.2 19.2
સુરત37.022.8
વલસાડ
દમણ35.2 19.8
ભૂજ36.1 18.9
નલિયા34.2 13.8
કંડલા પોર્ટ34.1 19.5
કંડલા એરપોર્ટ35.6 17.5
અમરેલી0000
ભાવનગર34.0 19.3
દ્વારકા31.5 21.1
ઓખા29.8 22.8
પોરબંદર34.5 15.5
રાજકોટ37.5 17.3
વેરાવળ31.1 21.5
દીવ32.7 17.8
સુરેન્દ્રનગર36.7 19.2
મહુવા36.0 17.1
કેશોદ35.5 15.8
Advertisment

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય : હવામાન વિભાગ

ગુજરાતમાં થોડા દિવસ તાપમાન ઉચકાયા બાદ ફરીથી તાપમાન ગગટ્યું હતું. જોકે, હવામાન વિભાગ પ્રમાણે આગામી 48 ગુજરાતમાં તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં થાય. એટલે બે દિવસ સુધી ઠંડીની અસર રહેશે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત