/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-weather-Season.jpg)
ગુજરાત વેધર, બેવડી ઋતુનો અહેસાસ - photo-freepik
Gujarat Weather updates : ગુજરાતમાં શિયાળો જવું જવું થઈ રહ્યો છે તો બીજી તરફ ઉનાળાઓ પણ આવીને ઊભો છે. ગુજરાતમાં અત્યારે બે તરફી તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે બેવડી ઋતુ રહેતા બીમારીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નોંધાયેલા પાછલા તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી. આગામી દિવસોમાં પણ આવું જ તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.
પોરબંદર બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ગુજરાતમાં અત્યારે શિયાળો અંત તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 15.3 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે પોરબંદર સિઝનમાં પહેલીપાર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં પણ તાપમાનમાં સામાન્ય ફેરફાર થતાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન કોઈ ફેરફાર નહીં
ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર ન જણાતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી. અમદાવાદમાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન જ્યારે ગાંધીનગરમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે, અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શરદી ઉધરસના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 33.7 | 19.0 |
| ડીસા | 34.1 | 18.4 |
| ગાંધીનગર | 33.4 | 17.4 |
| વિદ્યાનગર | 33.3 | 20.5 |
| વડોદરા | 33.8 | 18.4 |
| સુરત | 34.4 | 20.0 |
| વલસાડ | – | – |
| દમણ | 34.4 | 18.0 |
| ભૂજ | 34.0 | 19.0 |
| નલિયા | 32.6 | 16.4 |
| કંડલા પોર્ટ | 35.0 | 19.5 |
| કંડલા એરપોર્ટ | 33.5 | 17.8 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 33.2 | 19.0 |
| દ્વારકા | 30.5 | 20.2 |
| ઓખા | 30.6 | 22.0 |
| પોરબંદર | 35.1 | 15.5 |
| રાજકોટ | 36.3 | 19.0 |
| વેરાવળ | 30.9 | 21.4 |
| દીવ | 31.8 | 15.8 |
| સુરેન્દ્રનગર | - | - |
| મહુવા | 34.8 | 17.5 |
| કેશોદ | 34.8 | 15.3 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આગામી દિવસો માટે હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે તાપમાનમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસના વધારા બાદ બુધવારે તાપમાન ઘટ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂ થઈ જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us