Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતથી આવતા ઠંડા પવાનોના પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ગુરુવારના રોજ તપામાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આગામી 48 કલાક સુધી હજી પણ કાતિલ ઠંડી યથાવત રહેશે. નલિયામાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. ઠંડીની સાથે પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાયા હતા.
નલિયામાં સતત ઘટી રહ્યું છે તાપમાન
ગુજરાતમાં શિયાળાનો નવો રાઉન્ડ શરી થયો છે ત્યારે ઠંડા પવન ફૂંકાવવાના કારણે ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 8.6 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 8.6 ડિગ્રી સાથે રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે ઓખામાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી ઠંડી વધી
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે ગુરુવારે અમદાવાદમાં ઠંડી પડી રહી છે. જેના પગલે અમદાવાદમાં 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 11.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 13.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 28.1 14.3 ડીસા 30.2 11.1 ગાંધીનગર 28.4 13.4 વિદ્યાનગર 29.8 14.2 વડોદરા 29.6 13.8 સુરત 31.8 16.6 વલસાડ – – દમણ 30.6 15.6 ભૂજ 29.2 13.4 નલિયા 30.4 08.6 કંડલા પોર્ટ 28.8 16.0 કંડલા એરપોર્ટ 29.6 13.2 અમરેલી 29.0 14.1 ભાવનગર 27.7 13.9 દ્વારકા 27.7 16.7 ઓખા 26.4 19.4 પોરબંદર 30.5 12.2 રાજકોટ 29.7 10.7 વેરાવળ 31.4 16.3 દીવ 32.1 12.1 સુરેન્દ્રનગર 30.8 14.0 મહુવા 30.4 13.5 કેશોદ 29.6 10.7
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં 48 કલાક કાતિલ થંડી યથાવત રહેશે
ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત વાસીઓને 48 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.