/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Gujarat-winter-heavy-cold.jpg)
ગુજરાતમાં શિયાળો, કડકડતી ઠંડી - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. જેના પગલે ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હજી પણ 24 કલાક માટે ગુજરાત માટે ભારે રહેશે. 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભયંકર શીત લહેર યથાવત રહેશે. ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
નલિયામાં તાપમાન એકદમ ગગડી 3 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. હજી પણ આવી જ ઠંડી યથાવત રહેશે. ત્યારે ગુજરાતમાં નલિયામાં પણ કાશ્મિર જેવો માહોલ થઈ ગયો છે. અહીં તાપમાન એકદમ ગગડીને 3.4 ડિગ્રી લઘુતમ પહોંચી ગયું છે. આ સાથે જ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજ્યમાં બુધવારે 3.4 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરમાં 10 ડિગ્રી નીચે ઉતરી ગયું તાપમાન
ગુજરાતમાં શીત લહેર વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. ત્યારે રાજ્યના પાટનગરમાં ગાંધીનગરમાં પણ બે ડિગ્રીથી વધુ તાપમાન ઘટીને 10 ડિગ્રીની નીચે સરકીને 9.2 ડિગ્રી પર પહોંચી ગયું હતું. અમદાવાદમાં પણ એક ડિગ્રી જેટલું તાપમાન ઘટીને 12.1 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 8.8 ડિગ્રી, રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં આગામી 24 કલાક કાતિલ ઠંડી યથાવત રહેશે
ગુજરાતમાં અત્યારે હાડથીજવતી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કાતિલ ઠંડી યથાવત રહેવાની આગાહી કરી છે. ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી નજીક પહોંચી જતાં ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતની સરહદે આવેલા માઉન્ટ આબુમાં માઈનસ પાંચ ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 25.6 | 12.1 |
| ડીસા | 27.2 | 8.8 |
| ગાંધીનગર | 25.8 | 9.2 |
| વિદ્યાનગર | 27.4 | 11.4 |
| વડોદરા | 26.2 | 14.0 |
| સુરત | 29.9 | 15.5 |
| વલસાડ | – | – |
| દમણ | 29.0 | 15.4 |
| ભૂજ | 28.4 | 9.2 |
| નલિયા | 26.6 | 3.4 |
| કંડલા પોર્ટ | 26.9 | 12.4 |
| કંડલા એરપોર્ટ | 26.0 | 8.1 |
| અમરેલી | 27.7 | 11.7 |
| ભાવનગર | 25.7 | 12.6 |
| દ્વારકા | 26.9 | 13.8 |
| ઓખા | 24.1 | 18.6 |
| પોરબંદર | 28.8 | 12.0 |
| રાજકોટ | 29.7 | 7.3 |
| વેરાવળ | 29.7 | 15.8 |
| દીવ | 28.0 | 15.0 |
| સુરેન્દ્રનગર | 28.5 | 10.4 |
| મહુવા | 28.6 | 12.5 |
| કેશોદ | 26.6 | 9.1 |
માઉન્ટ આબુમાં વર્ષ 2025 નો સૌથી ઠંડો દિવસ, -5 ડિગ્રી ઠંડી નોંધાઈ
અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે તાપમાન -5 નોંધાયું હતું જેના કારણે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર રોડ પર નાળાઓમાં બરફ જામી ગયો હતો. માઉન્ટ આબુમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ફ્રિઝિંગ પોઈન્ટથી નીચે -5 સાથે રાજસ્થાનના માઉન્ટ આબુમાં આજે મંગળવાર 2025નો સૌથી ઠંડો દિવસ હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us