/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-winter-cold-wave-forecast.jpg)
ગુજરાત શિયાળો ઠંડી કોલ્ડ વેવની આગાહી - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત ઉપર વર્તાઈ રહી છે. અત્યારે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રીની નીચે ઉતરી ગયું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં 7 ડિગ્રી નજીક લઘુતમ તપામાન પહોંચી ગયું છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે સોમવારે ગુજરાતમાં 7.6 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.3 ડિ્ગરી, મહુવામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો ગગડ્યો
અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે આ બે શહેરોમાં સોમવારના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધ્યું હતું. ભાર ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા હતા. અને વહેલી સવારે રસ્તાઓ ઉપર ધુમ્મસ પણ દેખાયા છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 27.7 | 13.9 |
| ડીસા | 25.7 | 10.6 |
| ગાંધીનગર | 28.5 | 12.4 |
| વિદ્યાનગર | 26.1 | 13.2 |
| વડોદરા | 26.4 | 11.0 |
| સુરત | 28.0 | 14.4 |
| વલસાડ | – | – |
| દમણ | 28.6 | 15.0 |
| ભૂજ | 27.5 | 12.0 |
| નલિયા | 27.6 | 07.6 |
| કંડલા પોર્ટ | 29.2 | 16.0 |
| કંડલા એરપોર્ટ | 27.4 | 10.3 |
| અમરેલી | 27.0 | 13.7 |
| ભાવનગર | 26.2 | 12.8 |
| દ્વારકા | 26.6 | 18.0 |
| ઓખા | 26.5 | 21.7 |
| પોરબંદર | 28.0 | 14.2 |
| રાજકોટ | 27.9 | 11.8 |
| વેરાવળ | 28.4 | 16.7 |
| દીવ | 28.2 | 11.6 |
| સુરેન્દ્રનગર | 27.4 | 13.8 |
| મહુવા | 27.0 | 09.1 |
| કેશોદ | 27.2 | 11.6 |
આ પણ વાંચોઃ- ગુજરાતનો પ્રથમ સિરિયલ કિલર તાંત્રિક: 20 રૂપિયાની વસ્તુથી તાંત્રિક વિધિના નામે 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી
ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગે પણ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો એકદમ નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us