Gujarat Winter weather Update : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અમદાવાદમાં 13 ડિગ્રી, નલિયામાં 10 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Gujarat Weather Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

Gujarat Weather Forecast : ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી છે. રાજ્યમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચવા આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

Advertisment

નલિયામાં ઠંડી 10 ડિગ્રી નજીક પહોંચ્યું

ગુજરાતમાં હવે શિયાળો પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયો છે. ઠંડા પવનો ફૂંકાવાના પગલે શિયાળાની જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં 10.8 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

અમદાવાદમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું

અમદાવાદ શહેરમાં કડકડતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. તાપમાન પણ દિવસેને દિવસે ગગડી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અચાનક ઠંડીનો પારો ગગડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં આશરે 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં શુક્રવારે 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રવિવારે 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદ શહેરના તાપમાનમાં ત્રણ દિવસમાં આશરે 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ30.0 13.2
ડીસા29.1 12.4
ગાંધીનગર29.6 14.0
વિદ્યાનગર28.7 15.0
વડોદરા29.8 15.2
સુરત29.6 15.8
વલસાડ
દમણ30.6 15.0
ભૂજ31.4 16.2
નલિયા31.4 10.8
કંડલા પોર્ટ29.4 17.7
કંડલા એરપોર્ટ29.6 14.6
અમરેલી18.8
ભાવનગર28.9 17.0
દ્વારકા28.3 19.2
ઓખા28.5 22.7
પોરબંદર30.2 15.4
રાજકોટ32.0 15.0
વેરાવળ31.0 19.1
દીવ32.5 16.8
સુરેન્દ્રનગર30.3 16.8
મહુવા29.8 15.1
કેશોદ29.6 14.8
Advertisment

આ પણ વાંચોઃ-Kalupur Railway Station: અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને મળશે એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ

ગુજરાતમાં હજી પણ પડશે હાડથીજવતી ઠંડી

ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો ત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં હજી પણ વધારે હાડ થીજવતી ઠંડી પડશે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત