/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-winter-udpates.jpg)
ગુજરાતમાંથી શિયાળો ગાયબ - express photo
Gujarat Weather updates, ગુજરાત વેધર: માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે હવે ધીમે ધીમે શિયાળો પણ અંત તરફ જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે બે તરફી વાતાવરણ રહ્યું છે. સવારે ઠંડી અને બપોરે ગરમી એમ શિયાળો અને ઉનાળાની બેવડી ઋતુ ચાલી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વાતાવરણમાં મોટો કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ સેવી છે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની પણ શક્યતા દર્શાવી છે.
નલિયામાં બે દિવસમાં ત્રણ ડિગ્રી તાપમન ઉચકાયું
અત્યારે વાતાવરણમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે તાપમાનના આંકડા આપ્યા છે. જે પ્રમાણે ગુજરાતમાં 16.8 ડિગ્રીથી લઈને 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જેમાં 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત નલિયામાં બે દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું હતું.
અમદાવાદમાં 22 ડિગ્રી નજીક પહોંચ્યું લઘુતમ તાપમાન
રાજ્યમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ઉચકાયો હતો. અમદાવાદમાં લઘુતમ તાપમાન વધીને 21.5 ડિગ્રી પહોંચ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી પહોંચ્યું હતું. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 18.6 ડિગ્રી અને સુરતમાં 22.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 34.6 | 21.5 |
| ડીસા | 35.1 | 19.2 |
| ગાંધીનગર | 35.4 | 20.0 |
| વિદ્યાનગર | 34.7 | 21.0 |
| વડોદરા | 34.6 | 18.6 |
| સુરત | 33.2 | 22.2 |
| વલસાડ | – | – |
| દમણ | 30.6 | 20.0 |
| ભૂજ | 34.7 | 19.4 |
| નલિયા | 32.6 | 17.8 |
| કંડલા પોર્ટ | 31.4 | 21.0 |
| કંડલા એરપોર્ટ | 33.8 | 20.2 |
| અમરેલી | 34.5 | 19.0 |
| ભાવનગર | 32.4 | 21.9 |
| દ્વારકા | 26.4 | 22.4 |
| ઓખા | 28.0 | 22.7 |
| પોરબંદર | 32.4 | 19.4 |
| રાજકોટ | 35.1 | 18.7 |
| વેરાવળ | 31.7 | 20.9 |
| દીવ | 30.9 | 16.8 |
| સુરેન્દ્રનગર | 35.0 | 21.8 |
| મહુવા | 35.8 | 16.9 |
| કેશોદ | 34.0 | 17.7 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
48 કલાક બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે : હવામાન વિભાગ
અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us