Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા, નલિયામાં 5 ડિગ્રી તાપમાન, કચ્છ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં કડકડતી ઠંડી - photo - IE Gujarat

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના જમ્મુ કાશ્મિર, ઉત્તરાખંડ સહિતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર સીધી ગુજરાત ઉપર જોવા મળી રહી છે. હિમ વર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. જેથી ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવી રહી છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

Advertisment

નલિયા 5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું 'કાશ્મિર' બન્યું

ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં તાપમાનનો પારો એકદમ નીચે ઉતરી ગયો છે. રાજ્યમાં સરેરાશ 5 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 5 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા ગુજરાતનું કાશ્મિર બન્યું હતું. અહીંના લોકો આવી કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં કેટલી નોંધાઈ ઠંડી

રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેગાસિટી અમદાવાદમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. દિવસને દિવસે આ બે શહેરોમાં ઠંડી વધી રહી છે. તાપમાનનો પારો નીચે ઉતરતો જાય છે. અમદાવાદમાં ઠંડીની વાત કરીએ તો અહીં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.0 13.4
ડીસા26.8 10.6
ગાંધીનગર27.4 14.3
વિદ્યાનગર26.7 12.8
વડોદરા28.6 12.0
સુરત31.2 15.8
વલસાડ
દમણ33.4 17.0
ભૂજ27.0 11.0
નલિયા27.4 5.0
કંડલા પોર્ટ27.5 14.9
કંડલા એરપોર્ટ27.0 10.5
અમરેલી28.5 11.8
ભાવનગર27.0 13.8
દ્વારકા26.6 15.0
ઓખા25.8 20.8
પોરબંદર28.6 13.8
રાજકોટ29.6 9.7
વેરાવળ30.8 16.9
દીવ31.2 15.0
સુરેન્દ્રનગર28.7 13.0
મહુવા29.0 14.5
કેશોદ28.0 11.3
Advertisment

આ પણ વાંચોઃ- Migratory Birds: પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે ગુજરાતનું આ સ્થળ, આ શિયાળામાં આવ્યા 150 થી વધુ પ્રજાતિના પ્રવાસી પક્ષીઓ

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મિર સહિતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાયો છે. અને ઠંડા પવનો પણ ફૂંકાતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવારે પણ રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હજી પણ ગુજરાતમાં ઠંડી જોર પકડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત