Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડી સંતાકૂકડી રમતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ઠંડી એક દિવસ વધે છે તો અચાનક ઘટે પણ છે. અત્યારે રાજ્યમાં ઠંડીનું મીશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં 2-5 ડિગ્રી જેટલી તાપમાન ઉચકાયું હતું. નલિયામાં 24 કલાકમાં 5 ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું હતું. જોકે, ડિસા, કેશોદ અને દીવમાં નલિયા કરતા પણ વધારે ઠંડી નોંધાઈ હતી.
નલિયામાં એક દિવસમાં 5 ડિગ્રી કરતા વધારે તાપમાન ઉચકાયું
ગુજરાતમાં અત્યારે ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 12.3 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 12.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું. જોકે, નલિયામાં 5.2 ડિગ્રી તાપમાન વધીને 15.2 ડિગ્રી લઘુતમ સપાટીએ રહ્યું હતું.
ડીસા, કેશોદ અને દીવમાં નલિયા કરતા વધુ ઠંડી
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં 12 ડિગ્રીની આસપાસ લઘુત્ત તાપમાન નોંધાયું હતું. ઠંડી માટે જાણિતા નલિયાને પણ રાજ્યના ત્રણ શહેરોએ પાછળ પાડી દીધા હતા. રાજ્યના ડીસા, કેશોદ અને દીવનું અનુક્રમે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી, 12.3 ડિગ્રી અને 13 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિાયમાં 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 31.8 15.9 ડીસા 31.8 12.4 ગાંધીનગર 31.6 14.0 વિદ્યાનગર 30.1 16.0 વડોદરા 31.8 15.0 સુરત 32.7 16.6 વલસાડ – – દમણ 31.2 16.2 ભૂજ 31.6 16.6 નલિયા 29.6 15.2 કંડલા પોર્ટ 32.2 15.5 કંડલા એરપોર્ટ 30.4 16.5 અમરેલી 32.0 15.2 ભાવનગર 30.2 16.4 દ્વારકા 24.6 19.8 ઓખા 26.4 20.8 પોરબંદર 29.9 16.6 રાજકોટ 31.5 15.0 વેરાવળ 30.4 18.4 દીવ 29.2 13.0 સુરેન્દ્રનગર 31.0 16.6 મહુવા 31.6 13.7 કેશોદ 30.5 12.3
બે દિવસ બાદ રાજ્યમાં પડશે માવઠું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડાની શક્યતા છે. આ સમય દરમિયાન પવનના તોફાનને કારણે પવનની ગતિ પણ વધુ હોઈ શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર થશે અને ધુમ્મસ પણ પડી શકે છે.