Gujarat Winter weather Update : ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું, વરસાદની આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતના નલિયા સિવાય મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો હતો.

Gujarat Weather Forecast : ગુજરાતના નલિયા સિવાય મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather Forecast

ગુજરાતમાં શિયાળો - Express photo

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. ગુજરાતના નલિયા સિવાય મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો હતો. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.

Advertisment

અમદાવાદમાં એક દિવસમાં ત્રણ ડિગ્રી તાપમાન ઉચકાયું

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ભરશિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો પણ થયો છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે બુધવારે 15 ડિગ્રી હતું. આમ 24 કલાકના સમયમાં અમદાવાદમાં સાડા ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું.

નલિયામાં તાપમાન વઘીને 10 ડિગ્રી નજીક પહોંચ્યું

અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. ચારે બાજુ વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડી ઘટી છે ત્યારે ગુજરાતનું શિમલા ગણાતા નલિયામાં પણ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. નલિયામાં 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં 10.9 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી,કેશોદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ27.6 18.6
ડીસા25.4 15.3
ગાંધીનગર27.4 17.8
વિદ્યાનગર27.9 14.4
વડોદરા30.6 19.0
સુરત29.8 18.4
વલસાડ
દમણ27.8 16.8
ભૂજ23.3 10.9
નલિયા24.009.8
કંડલા પોર્ટ23.9 14.8
કંડલા એરપોર્ટ23.613.9
અમરેલી0013.6
ભાવનગર27.0 17.0
દ્વારકા24.8 16.4
ઓખા23.7 17.6
પોરબંદર26.5 14.6
રાજકોટ27.4 11.0
વેરાવળ26.4 15.8
દીવ26.2 13.2
સુરેન્દ્રનગર25.7 15.4
મહુવા29.6 15.5
કેશોદ26.4 12.7
Advertisment

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન પ્રમાણે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે માવઠાની શક્યતા છે. રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની શક્યાતાઓ છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત