/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Gujarat-winter-weather.jpg)
ગુજરાતમાં શિયાળો - Express photo
Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ જોર પકડ્યું હતું, જોકે, અત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટાડો નોંધાયો હતો. આમ છતાં ઠંડીના ચમકારો યથાવત રહ્યો હતો. વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ દેખાય છે. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઉચકાયું હતું. જોકે, રાજ્યમાં 14 ડિગ્રીથી લઈને 24.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 14 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું.
ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં અત્યારે શિયાળો એકદમ જામી ગયો છે. ઠંડી પણ પ્રમાણમાં પડવા લાગી છે જોકે, શુક્રવારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગુરુવારની તુલનાએ શુક્રવારે 1-2 ડિગ્રી તાપમાન વધ્યું હતું. રાજ્યમાં 14 ડિગ્રીથી લઈને 24.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. 14 ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 24.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 18.1 ડિગ્રી, ડીસામાં 17.6 ડિગ્રી, નલિયામાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન વધ્યું
રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર જોવા મળ્યો છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગુરુવારની તુલનાએ શુક્રવારે 2 ડિગ્રી તાપમાન વધ્યું હતું. ગુરુવારે 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે શુક્રવારે 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ શહેરના તાપમાનમાં બે ડિગ્રી જેટલું ઉચકાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 29.8 | 18.1 |
| ડીસા | 31.8 | 17.6 |
| ગાંધીનગર | 31.5 | - |
| વિદ્યાનગર | 29.5 | 17.2 |
| વડોદરા | 29.2 | 14.0 |
| સુરત | 30.0 | 20.0 |
| વલસાડ | – | – |
| દમણ | 30.8 | 18.2 |
| ભૂજ | 33.0 | 17.3 |
| નલિયા | 32.6 | 14.8 |
| કંડલા પોર્ટ | 31.8 | 19.3 |
| કંડલા એરપોર્ટ | 31.2 | 15.0 |
| અમરેલી | - | - |
| ભાવનગર | 29.4 | 19.2 |
| દ્વારકા | 31.6 | 20.6 |
| ઓખા | 29.7 | 24.7 |
| પોરબંદર | 31.5 | 15.8 |
| રાજકોટ | 32.4 | 15.3 |
| વેરાવળ | 31.5 | 20.4 |
| દીવ | 30.0 | 16.8 |
| સુરેન્દ્રનગર | 31.3 | 18.2 |
| મહુવા | 29.4 | 16.3 |
| કેશોદ | 30.6 | 14.9 |
આ પણ વાંચોઃ- ભાવનગરમાં વ્હેલ માછલીની ઉલટી સાથે બે ઝડપાયા, જાણો વ્હેલની ઉલટી કેમ કરોડોમાં વેચાય છે?
રાજ્યમાં હજી પણ પડશે હાડ થીજવતી ઠંડી
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થવાના પગલે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઠંડા પવનો સાથે ઠંડીમાં પણ વધારો થશે. જેના પગલે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે. ગુજરાતને અડીને આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જેની અસર પણ રાજ્યમાં વર્તાઈ રહી છે. આમ આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત હવામાન વિભાગ આપી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us