Gujarat Winter weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત, અમદાવાદમાં 4 ડિગ્રી તાપમાન વધ્યું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather Forecast : ગુજરાતમાં તાપમાનમાં સરેરાશ 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 24 કલાકમાં હજી પણ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા હવામાન વિભાગે સેવી છે.

Gujarat Weather Forecast : ગુજરાતમાં તાપમાનમાં સરેરાશ 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 24 કલાકમાં હજી પણ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા હવામાન વિભાગે સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update

ગુજરાતમાં શિયાળો - photo by IE gujarati

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : સમગ્ર ગુજરાતમાં બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે,બુધવારે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. રાજ્યમાં તાપમાનમાં સરેરાશ 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 24 કલાકમાં હજી પણ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા હવામાન વિભાગે સેવી છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું.

Advertisment

નલિયામાં 6.8 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત

સમગ્ર ગુજરાતમાં કોલ્ડ વેવ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં બુધવારે ઠંડીમાં આંશિક રાહત મળી હતી. રાજ્યમાં 6.8 ડિગ્રીથી લઈને 18.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 6.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 12.5 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 24 કલાકમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું

ગુજરાતમાં તાપમાન ઉંચકાતા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો. બંને શહેરોમાં 2થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઉચકાઈને 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 2 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન વધીને 14 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ26.4 16.2
ડીસા25.6 12.5
ગાંધીનગર26.514.0
વિદ્યાનગર27.1 13.8
વડોદરા29.6 17.6
સુરત29.2 17.0
વલસાડ
દમણ29.4 18.0
ભૂજ25.2 11.4
નલિયા24.8 6.8
કંડલા પોર્ટ24.5 13.9
કંડલા એરપોર્ટ25.2 9.1
અમરેલી27.0 13.0
ભાવનગર28.7 15.4
દ્વારકા26.2 15.1
ઓખા23.518.5
પોરબંદર26.8 12.0
રાજકોટ28.3 10.8
વેરાવળ27.016.4
દીવ25.6 15.6
સુરેન્દ્રનગર26.3 14.0
મહુવા29.2 14.9
કેશોદ26.4 10.2
Advertisment

આગામી 24 કલાક માટે હવામાન વિભાગે શું કરી આગાહી?

છેલ્લા દિવસોમાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. જોકે, ગત 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થયો હતો. આગામી 24 કલાકમાં પણ ઠંડીમાં 2-3 ડિગ્રીનો ઘટવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા હતા. માનવામાં આવે છે કે ઉત્તરયણનો તહેવાર પતે પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો નોંધાય છે. અને ગરમી વધતી જાય છે. જોકે, ફેબ્રુઆરીમાં પણ જોરદાર ઠંડી પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંતો સેવી રહ્યા છે.

શિયાળો કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત